હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સફાઈ કર્મચારી આયોગની મળી ગયેલ મહત્વપૂર્ણ બેઠક

રાજકોટ : ભારત સરકારના રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગની એક મહત્વપૂર્ણ બેઠક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગીલની ઉપસ્થિતિમાં મળી હતી. આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં મધ્યપ્રદેશ રાજ્ય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ શ્રી પ્રતાપ કરોસિયા, જલ્પેશભાઈ વાઘેલા અને NSKFDC સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, સફાઈ કર્મચારી સમુદાયના સર્વાંગી વિકાસને લગતા મુદ્દાઓ જેમ કે સામાજિક સુરક્ષા, આર્થિક સશક્તિકરણ, સ્વ-રોજગારની તકો, કૌશલ્ય વિકાસ, રોજગાર નિર્માણ, આરોગ્ય સુવિધાઓ અને અનામત વિષે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો દરેક સફાઈ કર્મચારી સુધી અસરકારક રીતે પહોંચે તેની ખાતરી કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને સફાઇ કર્મચારી સમુદાયના અધિકારોના રક્ષણ માટે સકારાત્મક પરિવર્તન લાવવા પ્રતિબધ્ધતા દાખવવામાં આવી હતી.










