હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવર્ણ સમાજની અવગણના થશે તો ભાજપને ભોગવવું પડશે
સવર્ણ સમાજની બેઠકો પર અન્ય સમાજને ટિકિટ આપશે તો બહિષ્કાર કરાશે, ટૂંક સમયમાં યોજાશે ચિંતન શિબિરઃ ભરત ઓઝા

રાજકોટઃ સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના ભરત કાંતિલાલ ઓઝા(મો. ૭૯૯૦૪ ૬૯૨૧૫) એ પ્રેસ માધ્યમ દ્વારા ભાજપ સહિતના તમામ રાજકીય પક્ષોને ટકોર કરતાં જણાવ્યું છે કે, જે બેઠકો પર સવર્ણ સમાજનું વર્ચસ્વ છે અથવા જે સવર્ણ સમાજની બેઠકો છે, ત્યાં માત્ર સવર્ણ ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે. જો કોઈ પક્ષ અન્ય સમાજને ટિકિટ આપીને સવર્ણ સમાજની અવગણના કરશે, તો સમાજ દ્વારા તે પક્ષનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.
ભરત ઓઝાએ જણાવ્યું હતું કે સવર્ણ સમાજના ખભા પર બેસીને ભાજપ સત્તા સુધી પહોંચ્યું છે. એક તરફ ભાજપ સનાતન હિન્દુ ધર્મની વાતો કરે છે અને બીજી તરફ ઓબીસી, એસસી અને સવર્ણ સમાજ વચ્ચે ભાગલા પાડીને ટિકિટોની વહેંચણી કરવામાં આવે છે. જો સવર્ણ સમાજની ટિકિટ કાપીને અન્યને આપવામાં આવશે, તો તે સનાતન ધર્મના મૂલ્યો વિરુદ્ધ છે અને તેનાથી હિન્દુ ધર્મની જ્ઞાતિઓ વચ્ચે મોટી ખાઈ ઊભી થશે. સવર્ણ સમાજને જાગૃત કરવા અને આક્રમક રણનીતિ ઘડવા માટે આગામી સમયમાં એક વિશેષ ચિંતન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. મતદાન પહેલાં યોજાનારી આ બેઠકમાં સવર્ણ સમાજના તમામ આગેવાનો એકઠા થશે અને ટિકિટ વહેંચણીના આધારે આગળનો નિર્ણય લેશે.
તસ્વીરમાં ભરત ઓઝા સાથે પ્રતિકભાઇ બલભદ્ર અને કિશોરભાઇ વ્યાસ નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)










