હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th April 2026
કોગ્રેસ વખતની ૪ ટર્મ
અર્જુનભાઇ માટે વિધ્નરૂપ

રાજકોટ તા. ૯ઃ જિલ્લા પંચાયતની કોટડાસાંગાણી બક્ષીપંચ અનામત બેઠક પર ભાજપની ટીકીટ માંગનાર અર્જુન ખાટરિયા માટે ત્રણ ટર્મથી વધુ ચૂંટણી લડયા હોય તેને ટીકીટ નહિં તે ભાજપનો માપદંડ નડતરરૂપ બન્યો છે.
તેઓ કોîગ્રેસમાંથી સતત ૪ વખત જીતેલ છે. ૩ વર્ષ પહેલા કોîગ્રેસમાં આવેલા છે. ભાજપ હાઇકમાન્ડે તેમની કોîગ્રેસની વખતની ટર્મ ગણતરીમાં લીધી છે તેથી આજે બપોરની સ્થિતિ મુજબ તેમનું નામ ટીકીટની બાદબાકીની યાદીમાં આવી ગયાનું જાણવા મળે છે. છેલ્લી ઘડીઍ કોઇ અપવાદ ન કરવામાં આવે તો તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકશે નહિં પાર્લામેન્ટરી બોર્ડના આખરી નિર્ણય તરફ રાજકીય વર્તુળોની મીટ છે. રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ પૈકી ઍક માત્ર કોટડા બેઠક પર આવી સ્થિતિ સર્જાયેલ છે. ખાટરિયાને ન લડાવાય તો ભાજપ વિકલ્પે ખાટરિયા પરિવારમાંથી અન્ય કોઇને ટીકીટ આપે તેવી શકયતા છે.
(3:42 PM IST)










