હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th April 2026
શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા તમામ વોર્ડમાં ઓટલા પરિષદ

રાજકોટઃ શહેર પ્રમુખ ડો. માધવભાઈ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજા તેમજ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા શ્રીમતી અંજુબેન વેકરીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રમુખ લીનાબેન રાવલ, મહામંત્રી કિરણબેન હરસોડા, માધવીબેન જોગીયાની આગેવાનીમાં રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી અંતર્ગત પ્રચાર પ્રસાર માટે ભાજપ મહિલા મોરચા દ્વારા રાજકોટ શહેરના તમામ વોર્ડમાં ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત પત્રિકા વિતરણ અને ઓટલા પરિષદ કરવામાં આવેલ હતી. જેમાં પૂર્વ પ્રમુખ મહિલા મોરચાના કિરણબેન માકડીયા સહિત તમામ શ્રેણીના મહિલા મોરચાના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને વોર્ડના હોદ્દેદારો કાર્યકર્તાઓ જોડાયા હતા. તેમ રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રમુખ લીનાબેન રાવલે અખબારી યાદીમાં જણાવ્યું છે
(3:31 PM IST)










