હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th April 2026
કાલાવડ રોડ બાંધકામ સાઇટ પરથી પટકાતા ૩ વર્ષના સોહિલનું મોત
મધ્યપ્રદેશના શ્રમિક પરિવારનો વહાલસોયો પુત્ર બીજા માળેપથી નીચે પડતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ શ્વાસ છોડ્યાઃ પરિવારમાં ગમગીની

રાજકોટ, તા.૯: શહેરના કાલાવડ રોડ ઉપર આવધના ઢાળીયા પાસે બાંધકામ સાઇટના બીજા માળેથી પટકાતાં ૩ વર્ષના માસુમ બાળકનું મોત નિપજ્યું છે.
આ અંગેની વિગતો મુજબ, કાલાવડ રોડ ઉપર આવધના ઢાળીયા પાસે આવેલ અબીલ ગુલાલ બાંધકામ સાઇટ ઉપર મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ભાભરા ગામના વતની શંકર બામણીયા અને તેમની પત્ની કામ કરી રહ્યા હતા ત્યારે તેમનો ત્રણ વર્ષનો માસૂમ પુત્ર સોહિલ બાળકો સાથે રમી રહ્યો હતો. આચનક જ બાપરે ૧૨ વાગ્યા આસપાસ શંકર કોઈ કારણસર બીજા માળેથી નીચે પટકાયો હતો. લોહીલુહાણ હાલતમાં સોહિલને તાત્કાલિક સારવાર માટે ઈમરજન્સીમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓ થવાને કારણે હોસ્પિટલ પહોંચે તે પહેલા અથવા સારવાર દરમિયાન ટૂંકી જિંદગી ટૂંકાવી હતી. તબીબોએ તેને મળત જાહેર કરતા માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું.
(3:50 PM IST)










