<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ટિકિટ માટે સ્‍પષ્ટ માપદંડના અભાવે ભાજપમાં ઉમેદવારોની યાદી અટકીઃ સાંજ સુધીમાં નામો થશે જાહેર

પોતાના જ વિસ્‍તાર માં ઉમેદવાર બનાવવા વિચારણાઃ મેયર, ડેપ્‍યુટી મેયર અથવા સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહી ચૂકેલા નેતાઓને ફરી ટિકિટ આપવી કે નહીં તે મુદ્દે નિર્ણય લેવામાં આવ્‍યો નથીઃ બીજી તરફ, ત્રણ ટર્મના નિયમની અમલવારી વ્‍યક્‍તિગત સ્‍તરે કરવી કે પરિવારના સભ્‍યોને એકમ ગણવું તે મુદ્દે પણ ગૂંચવણ યથાવત

રાજકોટ,તા.૯: રાજકોટ સહિત રાજ્‍યભરની મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં ગડમથલ સર્જાઈ છે.

પાર્લામેન્‍ટરી બોર્ડ દ્વારા ટિકિટ ફાળવણી માટે સ્‍પષ્ટ માપદંડો નક્કી ન થતા ઉમેદવારોની યાદી ફાઈનલ થવામાં વિલંબ થઈ રહ્યો છે. હાલ માત્ર ૬૦ વર્ષથી વધુ ઉંમરના આગેવાનો અને સતત ત્રણ ટર્મ પૂર્ણ કરનાર નેતાઓને ટિકિટ ન આપવાના અર્ધપક્‍વ નિયમના આધારે પેનલો તૈયાર થઈ રહી છે, પરંતુ અન્‍ય મહત્‍વપૂર્ણ મુદ્દાઓ પર હજુ સુધી સ્‍પષ્ટતા થઈ નથી.પરંતુ સાંજ સુધીમાં ઉમેદવારોના નામ સાંજ સુધીમાં જાહેર થાય તેવી શકયતાઓ છે.

મેયર, ડેપ્‍યુટી મેયર અથવા સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહી ચૂકેલા નેતાઓને ફરી ટિકિટ આપવી કે નહીં તે મુદ્દે નિર્ણય લેવામાં આવ્‍યો નથી. બીજી તરફ, ત્રણ ટર્મના નિયમની અમલવારી વ્‍યક્‍તિગત સ્‍તરે કરવી કે પરિવારના સભ્‍યોને એકમ ગણવું તે મુદ્દે પણ ગૂંચવણ યથાવત છે.

આ અનિヘતિતા વચ્‍ચે રાજકોટના ૭૨ ઉમેદવારો નક્કી કરવા માટે મેરેથોન બેઠકો યોજાઈ હતી, પરંતુ અંતિમ ક્ષણે પાર્લામેન્‍ટરી બોર્ડે યાદી અટકાવી દીધી હતી. જેના કારણે માત્ર રાજકોટ નહીં, પરંતુ રાજ્‍યભરની મહાનગરપાલિકાઓમાં ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયામાં અડચણ ઉભી થઈ છે. સૂત્રોના જણાવ્‍યા મુજબ, ૧૦૦ ટકા રિપિટ થિયરી અપનાવવાની સંભાવના ઓછી છે અને અંદાજે ૨૦થી ૩૦ ટકા પૂર્વ કોર્પોરેટરોને ફરી તક આપવામાં આવી શકે છે.

(3:43 PM IST)