હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જિલ્લા પંચાયતમાં ભાજપમાં આકરા માપદંડ સાથે પસંદગીઃ અધિકાંશ નવા ચહેરા
રાજુ ડાંગર, ધર્મેન્દ્ર ટીલાળા, દિલીપ સરવૈયા, અલ્પાબેન તોગડિયા વગેરેના નામ નકકીઃ ચાર-પાંચ બેઠકોમાં ભારે ખેંચતાણઃ સતાવાર જાહેરાત કાલ સુધીમાં

રાજકોટ, તા. ૯: જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે ભાજપની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. આજે રાત સુધીમાં જાહેરાત થવાના નિર્દેષ છે. ૬૦ ટકાથી વધુ નવા ચહેરા પસંદ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. રાજકોટ તાલુકાની કુવાડવા, નવાગામ-આણંદપર, સરધાર અને જસદણ પંથકની ૧ સહિત કુલ ૪ જેટલી બેઠકો પર છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલી રહી છે. કોટડાસાંગાણી બેઠક પર કોંગ્રેસમાંથી ૪ ટર્મ જીતીને ભાજપમાં આવેલા અર્જુન ખાટરિયા નિヘતિ ગણાય છે પણ ભાજપનો ૩ ટર્મ લડયા હોય તેને ટીકીટ નહિ તેવો માપદંડ લાગુ કરવો નહિ તે મુદે વિચારણા ચાલતી હોવાથી આ બેઠકમાં અર્જુન ખાટરિયાના નામને આખરી મંજુરી મળી નથી.
પંચાયતના ગત ટર્મના સભ્યો પૈકી અમૂકે ચૂંટણી લડવાની ના પાડેલ. અમૂકની બાદબારી નવા રોટેશનના કારણે થઇ ગઇ છે. અમૂકને પાર્ટીએ જ આ વખતે પસંદ કર્યા નથી. ત્રણથી વધુ નહિ, જયાં ચૂંટણી લડવા માંગે છે તે વિસ્તારમાં જ રહેતા હોવા જોઇએ વગેરે માપદંડ અપનાવાયા છે.
ભાજપ દ્વારા અમૂક બિનઅનામત બેઠકોમાં બક્ષીપંચ ઉમેદવારોને ચૂંટણી લડાવવાનું નક્કી થયાનું જાણવા મળે છે. ગયા વખતે ભાજપના ૨૪ ચૂંટાયેલા અને ૬ સભ્યો કોંગ્રેસમાંથી આવેલા છે તે ૩૦ પૈકી ૨૦થી વધુની બાદબાકી થઇ ગયાનું જાણવા મળે છે. નામ જાહેર કરવામાં રાહ જોવાઇ રહી છે. કાલે સવાર સુધીમાં જાહેરાતની શકયતા છે.
શાપર-વેરાવળમાં ધમેન્દ્ર ટીલાળા, મોવૈયામાં રાજુ ડાંગર, કોલીથડમાં સામંતભાઇ બાંભવા, સરધારમાં દાવેદાર બે-ત્રણ ઢાકેચા પૈકી એક, દેરડીમાં જયશ્રી બેન પટેલ વગેરે નિヘતિ માનવામાં આવે છે. પૂર્વ પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ ગોૈરીદડ બેઠક પર ટીકીટ માંગી છે. ત્યાં રંગાણી પરિવાર અને બોધરા પરિવાર વચ્ચે સ્પર્ધા છે. પારડી બેઠકમાં અલ્પાબેન તોગડીયાનું નામ સોૈથી મોખરે છે.










