News of Friday, 10th April 2026
રાજકોટ જીલ્લામાં ચુંટણી અધિકારીઓને સ્પેશ્યલ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટના પાવર્સ

રાજકોટ, તા., ૧૦: સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ માટે મેજીસ્ટ્રીયલ પાવર ધરાવતા ન હોય તેવા ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીને નિヘતિ સમયગાળા અને કાર્યક્ષેત્ર માટે સ્પેશ્યલ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકેના પાવર્સ એનાયત કરવામાં આવતા હોય છે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. ઓમ પ્રકાશ દ્વારા સુધારા હુકમ મારફતે રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણી અધિકારીઓને તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી સ્પેશ્યલ એક્ઝિકયુટીવ મેજિસ્ટ્રેટના પાવર્સ એનાયત કરાયા છે.
જે અંતર્ગત જિલ્લાના મહત્વના મતદાર મંડળો માટે જિલ્લા પુરવઠા અધિકારી (રાજકોટ શહેર)ને ૧ આણંદપર, ૪ બેડલા,૧૮ કુવાડવા, ૩ બેડી, ૧૪ કસ્તુરબાધામ અને ૨૯ સરધાર વિસ્તાર માટે તેમજ રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીને ૧૬ કોલકી, ૨૩ મોટી પાનેલી અને ૧૧ ડુમિયાણી વિસ્તાર માટે સ્પેશ્યલ એક્ઝિકયુટીવ મેજિસ્ટ્રેટ ના પાવર્સ એનાયત કરાયા છે.
(4:01 PM IST)










