તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
રાજકોટ શહેર-જીલ્લામાંથી ૩ર૦૦ થી વધુ પોસ્ટર્સ-બેનર્સ હટાવી દેવાયા

રાજકોટ, તા., ૧૦: રાજકોટ, તા. ,૧૦ : રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓની સાથે આદર્શ આચારસંહિતાનો કડકાઈથી અમલ થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨૦૦થી વધુ જગ્યાએથી દિવાલ પરના લખાણો, પોસ્ટર્સ, બેનર્સ સહિતની રાજકીય પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.
જિલ્લાના આચાર સંહિતાના નોડલ અધિકારી તથા અધિક કલેક્ટરની કચેરી તરફથી મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં જાહેર મિલકતો પરથી ૩૧૯૧ પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે. જેમાં ૫૩૭ દિવાલ પરના લખાણો મિટાવાયા છે. આ સાથે ૨૩૦૭ પોસ્ટર્સ, ૨૫૩ બેનર્સ, ૯૪ અન્ય મળીને પ્રચાર સામગ્રી હટાવી દેવાઈ છે. ખાનગી મિલકતો પરથી આવી ૨૦ જેટલી સામગ્રી દૂર કરવામાં આવી છે
(11:31 AM IST)










