તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
શહેરની પ્રજા વિકાસ માટે અને પાયાની સુવિધા માટે કોંગ્રેસ પસંદ કરશેઃ વોર્ડ નં. ૩માં ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, ડી. પી. મકવાણા અને આરતીબેન આસવાણીની ઉમેદવારી

રાજકોટ તા. ૧૦: સ્થાનિક સ્વરાજયની ચુંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે આજે મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૩ માં કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખશ્રી ગાયત્રીબા વાઘેલા, અતુલભાઇ રાજાણી, દિનેશભાઇ મકવાણા અને આરતીબેન આસવાણીએ ગાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ચારેય ઉમેદવારોએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, રાજકોટની જનતા આ વખતે પાયાની સુવિધા અને શહેરના વિકાસ માટે કોંગ્રેસની પસંદગી કરશે.
ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણી વોર્ડ નં. ૩ના લોકપ્રિય કોર્પોરેટર હતા તેઓએ સતત બે ટર્મ સુધી કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડી વિજય હાંસલ કરી પ્રજાના પ્રાણ પ્રશ્નોએ સતત જુદા જુદા સરકારી તંત્રોને ઢંઢોળ્યા છે આ વખતે તેમની પેનલમાં રહેલા ડી. પી. મકવાણા જાણીતા કોળી અગ્રણી છે જયારે તેમની પેનલમાં રહેલા આરતીબેન આસવાણી કોંગી આગેવાન અને સિંધી સમાજના સેવાભાવી દિલીપભાઇ આસવાણીના પુત્રવધુ છે આમ આ વખતે આ પેનલ હરીફોને સજ્જડ જવાબ આપવા મેદાને પડી છે.
(4:01 PM IST)










