<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

આગામી ૧૫ એપ્રિલ બાદ સમગ્ર રાજકોટ શહેર-જીલ્લામાં મતદાર જાગૃતિ અભિયાનઃEVM અંગે ખાસ નિર્દેશન યોજાશે

શહેરમાં બૂથોનું વેબકાસ્‍ટીંગ થવાની શકયતા બહુ ઓછીઃ કલેકટરનો નિર્દેશ : ૧૫મી બાદ સંવેદનશીલ-અતિસંવેદનશીલ બૂથો ફાઇનલ થશેઃ શહેરમાં ૯૦૦ બૂથઃ ૩૬૦ સંવેદનશીલ જાહેર થવાની શકયતા

રાજકોટ, તા.૧૦: મહાનગર પાલિકાની ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે આગામી ૨૬ એપ્રિલ ના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્‍યારે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો કાલે અંતિમ દિવસ છે ત્‍યારે આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૪ ઉમેદવારોએ  વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. દરમિયાન જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે  જણાવ્‍યું હતું  કે, આગામી રાજકોટ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વેબકાસ્‍ટિંગ થાય તેવી શકયતા ઓછી છે, સંભવત એક પણ બૂથનું વેબકાસ્‍ટીંગ  નહિ થાય.

વધુમાં તેઓએ જણાવ્‍યું હતું કે, સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્‍દ્રોની યાદી આગામી ૧૫ એપ્રિલ  બાદ જાહેર કરવામાં આવશે. ઉપરાંત રાજકોટ જિલ્લામાં મતદાન જનજાગળતિ અભિયાનનો વ્‍યાપક કાર્યક્રમ  હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ જિલ્લાના તમામ ૧૧ તાલુકાઓ તેમજ રાજકોટ  શહેરમાં યોજાશે, જેમાં મતદારોને તેમના મતાધિકારનું મહત્‍વ સમજાવવા, મતદાન પ્રક્રિયા અંગે જાગળતિ લાવવા અને વધુમાં વધુ મતદાનની અપીલ કરવામાં આવશે, આ ઉપરાંત  ઇવીએમ નું પણ શહેરભરમાં નિર્દેશન  થશે, લોકોને કઇ રીતે મત આપવો તે જણાવાશે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મતદારોને ઈવીએમ મશીનના વપરાશ, મતદાન મથકોની માહિતી અને મતદાનના મહત્‍વ વિશે વિસ્‍તળત માહિતી આપવામાં આવશે. શહેરી વિસ્‍તારોમાં પણ વોલ પેન્‍ટિંગ, પોસ્‍ટર, બેનર અને ડિજિટલ મીડિયા દ્વારા અભિયાન ચલાવવામાં આવશે.

ચૂંટણી અધિકારીઓ અને પોલિંગ સ્‍ટાફ માટે વિશેષ તાલીમ શિબિરો શરૂ કરવામાં આવી છે. ઇવીએમની હેન્‍ડલિંગ, મતદાન પ્રક્રિયા અને અસાધારણ સ્‍થિતિમાં કેવી રીતે વર્તવું તે અંગે વિગતવાર તાલીમ આપવામાં આવી રહી છે.

દરમિયાન અન્‍ય ચૂંટણી અધિકારી સુત્રોના ઉર્મેયા પ્રમાણે  ચૂંટણીે નિષ્‍પક્ષ, શાંતિપૂર્ણ અને મુક્‍ત વાતાવરણમાં પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતર્ક છે. રાજ્‍યવ્‍યાપી સ્‍તરે કુલ ૪૯,૫૯૧ મતદાન મથકોમાંથી આશરે ૧૧,૦૦૦ સંવેદનશીલ અને ૩,૩૦૦ અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવ્‍યા છે.ત્‍યારે રાજકોટ જિલ્લામાં ૩૦૦થી વધુ સંવેદનશીલ અને ૬૦થી વધુ અસંવેદનશીલ જાહેર કરાય તેવી સંભાવના છે

(4:00 PM IST)