તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
દિવ્યાંગોના લાભાર્થે સોમવારથી ઓપન ગુજરાત ટેનિસ નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ ૧૬ ટીમો વચ્ચે જંગ
ચેમ્પિયન ટીમને ૩૦ હજાર રોકડ રનર્સઅપ ટીમને ૨૦ હજાર રોકડ સહિતના ઈનામો

રાજકોટઃ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા દિવ્યાંગોના લાભાર્થે રાજકોટમાં તૃતીય ઓપન ગુજરાત ટેનિસ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ૩ અનેવીએસ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬નું આગામી તા.૧૩ થી તા.૧૬ સુધી સાંજે ૬:૩૦ કલાકથી ગ્રીનફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ જામનગર રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટના ઉદ્યોગપતિ અને દાતા ઓના હસ્તે આ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવશે. ગુરુદેવ પરક પૂજ્ય આત્મયોગી શ્રી ૐ દાદા આશીર્વચન આપશે. ગ્રીનફીલ્ડ ક્રિકેટ ગ્રાઉનડ રાજકોટ જામનગર રોડ ખાતે યોજાએલ આ ટુર્નામેન્ટમાં ટોટલ ૧૬ ટીમ ભાગ લઈ રહી છે. દરેક મેચના મેન ઓફ ધ મેચ ખેલાડીને ટ્રોફી આપવામાં આવશે. અને દરરોજ હારેલી ટીમને મોમેન્ટો આપવામાં આવશે, ટુર્નામેન્ટના અંતિમ દિવસે લખેણા ઈનામો જેવા કે બેસ્ટ બોલર, બેસ્ટ બેટ મેન, મેન ઓફ ધ સીરીઝને ટ્રોફી અને ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવશે.
ફાઈનલ વિજેતા ટીમને ૩૦ હજાર રોકડ, પુરસ્કાર અને ટ્રોફી તેમજ રનર્સ અપ ટીમને ૨૦ હજાર રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે.
આયોજનને સફળ બનાવવા શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ ભચાઉના મહામંત્રી જીતેન્દ્રભાઈ જોશી, વિશાલભાઈ જોશી, ટુર્નામેન્ટ ડાયરેક્ટર નિમેષભાઈ ભાલોડીયા, બળવંતભાઈ જોશી, તથા કમિી મેમ્બર, ડેનિશભાઈ કાલરીયા, હિતેશભાઈ ઝાલાવડીયા, અક્ષયભાઈ કંટારીયા, વંશભાઈ માકડીયા, હેતભાઈ ગોધાણી, કલ્પેશભાઈ ગોધાણી, સુનિલભાઈ સોલંકી, રાઠોડ બાદશાહ, દીક્ષિતભાઈ મેંદપરા, હર્ષિલભાઈ શાહ (વકીલ), મિતેશભાઈ દોશી (સીએ), નયનભાઈ કોઠારી (વકીલ), ભાવેશભાઈ બાબરીયા, વિશાલભાઈ કાનાણી સાથે મહિલા કમિટી કિન્નરીબેન ચૌહાણ (રાજકોટ શહેર મંત્રી ભાજપ), કોમલબેન ખીરા (રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા ઉપપ્રમુખ) જગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં જીતેન્દ્રભાઈ જોશી, નિમેષભાઈ ભાલોડીયા, અક્ષયભાઈ કંટારીયા, કલ્પેશભાઈ ગોધાણી, મિતેશભાઈ દોશી, નયનભાઈ કોઠારી, કિન્નરીબેન ચૌહાણ, રેખાબેન સગારકા, કોમલબેન ખીરા, ભાવેશભાઈ બાબરીયા, રાઠોડ બાદશાહ, ડો.રવિભાઈ પાટડીયા, યધીષ્ઠીરભાઈ, પંકજભાઈ પંડયા નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:54 PM IST)










