તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
રાજકોટ કોર્પોરેશન ચૂંટણીઃ કોંગ્રેસના ૪૪ ઉમેદવારો મેદાનમાં: વોર્ડ નં.૩માં ગાયત્રીબા વાઘેલાએ ફોર્મ ભર્યું
અતુલ રાજાણીએ પણ મેન્ડેટ આપ્યું: બાકીના ઉમેદવારો કાલે ફોર્મ ભરશે

રાજકોટ, તા. ૧૦: આગામી ર૬મી એપ્રિલના યોજાનાર મનપાની ચૂંટણી માટે કોંગ્રેસના ૪૪ જેટલા ઉમેદવારોએ વાજતે ગાજતે વિવિધ મામલતદાર કચેરીએ ફોર્મ આજે બપોરે ભરી દીધા હતા.
કોંગ્રેસના આજે ૪૪ ઉમેદવારોએ ડે.કલેકટર અને મામલતદાર સમક્ષ ફોર્મ રજુ કર્યા તેના નામ આ મુજબ છે.
વોર્ડ નં.૧માં રમેશભાઈ જુંજા(ભરવાડ), વોર્ડ નંબર ૨માં ગીતાબેન પરમાર, નયનાબા જાડેજા, સલીમભાઈ કરિયાણી, વોર્ડ નં. ૩ ના અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા તથા દિનેશ મકવાણા, આરતીબેન આસવાણી તેમજ વોર્ડ નં. ૪માં શીતલબેન પરમાર, વોર્ડ નં. ૪માં કલ્પનાબેન ગોસ્વામી,ં મેપાભાઈ કણસાગરા, ઠાકરશીભાઈ ગજેરા, દિપકભાઈ મકવાણા, વોર્ડ નં. ૫માં હંસાબેન સોનારા, રૈયાભાઈ બાંભવા, જીતેન્દ્રભાઈ રૈયાણી, વોર્ડ નં. ૬માં દક્ષાબેન મકવાણા, દેવુબેન જાદવ, ઉકેશભાઈ રબારી, શૈલેશભાઈ સાકરિયા તેમજ વોર્ડ નં. ૮માં રણજીતભાઈ મુંધવા, વોર્ડ નં. ૯માં ગીરીશભાઈ ઘરસંડિયા, વોર્ડ નં. ૧૦માં ભાર્ગવીબા ગોહિલ, ભાવેશભાઈ ચૌહાણ,વોર્ડ નં. ૧૦માં ડો. રતિલાલ ડોબરિયાની વોર્ડ નં. ૧૨માં સંજયભાઈ અજુડિયા, કમલેશભાઈ કોઠીવાળ, ઉર્વશીબેન જાડેજા, વોર્ડ નં. ૧૩માં અંજનાબેન પંચાસરા, શાંતાબેન મકવાણા તથા વોર્ડ નં. ૧૪માં અનિશભાઈ જોશી, સુનીલભાઈ ચાવડીયા, પ્રિતેશભાઈ ચાવડીયા, સરયુબેન શિયાણી, વોર્ડ નં. ૧૬માં રસીલાબેન ગેરૈયા, દિપ્તીબેન સોલંકી, મહિપાલભાઈ ચૌહાણ, ઈબ્રાહીમભાઈ સોરા, વોર્ડ નંબર ૧૭માં ગાયત્રીબેન ભટ્ટ, યોગીતાબેન જાડેજા, શૈલેશભાઈ રૂપાપરા તેમજ વોર્ડ નં. ૧૮માં માનસીબેન બુટાણી, રવિભાઈ જીતીયા, નીતિનભાઈ ભંડેરી સહિતનાં ૪૪ ઉમેદવારોએ આજે ફોર્મ રજુ કર્યા હતા.
(3:00 PM IST)










