<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી જંગઃ ભાજપમાંથી કોને ટિકીટ ? ભાગ્‍યશાળી નેતાઓને ફોન આવવા શરૂઃ ફાઇનલ યાદીની ગણાતી ઘડીઓ

ટિકીટ મેળવવા માટે ભારે લોબીંગ થયા બાદ છેલ્લી ઘડીએ નામો જાહેર કરવાની પ્રદેશ નેતાગીરીની રણનીતિઃ કાલે ઉમેદવારી પત્રો ભરાશે

 

 

રાજકોટ : મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીની ૭ર બેઠકોની ચુંટણી માટે ઉમેદવારી પસંદગીની કાઉન્‍ટ-ડાઉન શરૂ થયુ છે. આજે રાત સુધીમાં ભાજપ દ્વારા તમામ ૭ર ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવશે. ભારે રિસામણા, મનામણા અને માનીતાને ટિકીટ અપાવવા માટે ધમપછાડા થયા બાદ આખરે ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવી છે અને બપોર બાદ ગમે ત્‍યારે ઉમેદવારો નામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી લડવા જેમની પસંદગી થઇ છે તેમને ફોન આવવાનુ શરૂ થયુ છે : બે ઉમેદવારોને ફોન પણ આવ્‍યા હોવાનું કહેવાય છે. આજે તમામ નામો પાર્લામેન્‍ટરી બોર્ડમાં ગયા છે અને જેમને ચુંટણી લડવાની છે તેમને તૈયાર રહેવાના આદેશ પણ અપાઇ ગયા છે. ચુંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો કાલે અંતિમ દિવસ હોવાથી કાલે વાજતે ગાજતે તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે.

(3:02 PM IST)