<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

કોર્પોરેશન ચૂંટણીઃ કોંગ્રેસ-આપ દ્વારા ધમાકેદાર વાતાવરણમાં ફોર્મ ભરાયા...

રાજકોટઃ આગામી રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં આજે બપોરે ૧ વાગ્‍યા બાદ કોંગ્રેસના ૪૪, આપના ઉમેદવારોએ ઘોડેસવારી, ઢોલ-નગારા તથા ધમાકેદાર વાતાવરણમાં વાજતે ગાજતે પ્રાંત અને મામલતદાર સમક્ષ જે તે વોર્ડમાંથી  ફોર્મ રજૂ કર્યા હતા. પ્રથમ તસ્‍વીરમાં કોંગ્રેસના  વોર્ડ નંબર ૮ના ઉમેદવાર શ્રી રણજીત મુંધવાએ ઘોડેસવારી સાથે ડીએસઓ શ્રી  ઝાપડા સમક્ષ ફોર્મ રજૂ કર્યુ  હતું, બીજી તસ્‍વીરમાં કચેરી બહાર લોકોના ટોળા જણાય છે, ત્રીજી તસ્‍વીરમાં દક્ષિણ મામલતદાર શ્રી સરવૈયા સમક્ષ આપના ઉમેદવારો શ્રી ભુવાએ ફોર્મ રજૂ કર્યુ હતું. ચોથી તસ્‍વીરમાં વોર્ડ નં. ૧૨માં કોંગ્રેસના ઉમેદવારો સર્વે શ્રી સંજય અજુડીયા, કમલ કોઠીવાર, ઉર્વશી બા, સહિતના ઉમેદવારોએ ફોર્મ રજુ કર્યા હતા,વોર્ડનં. ૩માં શ્રી ગાયત્રી બા વાઘેલા, અતુલ રાજાણીએ ફોર્મ રજૂ કરી વિજયનો આશાવાદ વ્‍યકત કર્યો હતો. વોર્ડ નં. ૧૩ ના આપના સંજયસિંહ અને તેમની પેનલે સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર સમક્ષ ફોર્મ રજૂ કર્યા હતા. જયારે વોર્ડ નં. ૧૪ ના કોંગ્રેસના શ્રી ચાવડીયા અને અન્‍યોએ ફોર્મ રજૂ કરેલ, તથા વોર્ડ નં. ૧રના આપના ઉમેદવારોએ બહુમાળી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ખાતે ફુલ હાર કરી ફોર્મ ભર્યા તે જણાય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:21 PM IST)