તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
ઢાંઢીયા ગામની સીમમાં રર.૩૬ લાખનો વિદેશી દારૂ પકડાયો
ટ્રકમાંથી બે કારમાં દારૂનું કટીંગ થતુતુ ને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ડી.પી. ઝાલાની ટીમ ત્રાટકીઃ ૩૧.૧૬ લાખના મુદામાલ સાથે ત્રણની ધરપકડઃ એએસઆઇ સમીરભાઇ શેખ તથા પો.કો. જીલુભાઇ ગલચર અને મનીષભાઇ ચાવડાની બાતમી

તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો (નીચે બેઠેલા) સાથે ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ નજરે પડે છે.
રાજકોટ, તા. ૧૦: રાજકોટની ભાગોળે આવેલ ઢાંઢીયા ગામની સીમમાં વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થતુ હતુ ત્યારે ક્રાઇમ બ્રાંચે ત્રાટકી રર.૩૬ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાંચે ટ્રક, બે કાર સહીત ૩૧.૧૬ લાખનો મુદામાલ કબ્જે કરી મુખ્ય સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે દારૂની હેરફેર પર વોચ રાખવા પોલીસ કમીશનર બ્રજેશ ઝા, અધિક પોલીસ કમિશનર ચેતન્ય માંડલીક, નાયબ પોલીસ કમીશનર ક્રાઇમ જગદિશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમીશનર બી.બી. બસીયાની સુચના અન્વયે ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ.એલ. ડામોર તથા પીઆઇ સી.એચ. જાદવ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.પી. ઝાલા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એએસઆઇ સમીરભાઇ શેખ, પો.કો. જીલુભાઇ ગરચર તથા મનીષભાઇ ચાવડાને મળેલ સંયુકત હકિકતના આધારે ઢાંઢીયા ગામની સીમમાં ખરાબામાં રેઇડ કરતા ટ્રકમાંથી બે કારમાં વિદેશી દારૂ કટીંગ કરતા આરોપી દિનેશ ઉર્ફે રવિ છેલાભાઇ બોરીયા રહે. શાષાીનગર, ૯-ર૦ નો ખુણો, રાણીમાં રૂડીમાં ચોક, રૈયાધાર રાજકોટ, નરસિંહ મનસુખભાઇ ચૌહાણ રહે. આંબેડકરનગર શેરી નં. ૧૩/૧૪ નો ખુણો એસટી વર્કશોપ પાછળ રાજકોટ તથા મયુર લક્ષ્મણ પરમાર, રહે. ૧ર માળીયા કવાર્ટર બી-૬૦૧ રાણીમાં રૂડીમા ચોક રાજકોટને જુદી જુદી વિદેશી દારૂ બોટલો કિ. રર,૩૬,૮૦૦ સાથે ઝડપી લીધા હતા. પોલીસે આઇશર ટ્રક, બલેનો કાર તથા સ્વીફટ કાર અને ૩ મોબાઇલ મળી કુલ ૩૧,૧૬,૮૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ દારૂ નો જથ્થો આનંદ ઉર્ફે બાબુ રણછોડ પરમાર રહે. રાજકોટનો હોવાનુ ખુલતા તેની શોધખોળ હાથ ધરાય છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. સમીરભાઇ શેખ, પો. હેડ.કોન્સ. દિપકભાઇ મનુભાઇ ડાંગર, તથા પો. કોન્સ. જીલુભાઇ મેરામભાઇ ગરચર, ધર્મરાજસિંહ રાણા, મનિષભાઇ ચાવડા તથા અશ્વિનભાઇ પંપાણીયા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
(3:32 PM IST)










