<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ત્રંબા પંથકમાં રાજકીય ઓપરેશનઃ કોંગીના તાલુકા પ્રમુખ નીશિત ખૂંટ ભાજપમાં

લોધિડા બેઠક પરથી ઉમેદવારીઃ રાજકોટ જિલ્લા ભાજપનો સપાટો

રાજકોટ, તા.૧૧: તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા નિશિત બી. ખૂંટ આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા ગ્રામ્‍ય રાજકારણમાં હલચલ મચી ગઇ છે.ભાજપે તેમને તાલુકા પંચાયતની લોધીડા બેઠક માટે ટીકીટ આપી છે. તેમાં ઉમેદવારી કરશે.

નિશિત ખૂંટ લડાયક આગેવાન છે. લોકોના પ્રશ્ને શાસકો સામે અવાર-નવાર આંદોલન કર્યા છે. ભાજપે તેમને ખેંચી લેતા ચૂંટણી ટાણે કોંગ્રેસને ફટકો પડયો છે. તાલુકા અને જિલ્લા પંચાયતની  ત્રંબા પંથકની બેઠકો પર આ રાજકીય ઓપરેશનની અસર જોવા મળશે.

આજે બપોરે નિશિત ખૂંટે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે હું કોઇ શરત કે માગણી વગર ભાજપમાં જોડાય રહ્યો છું લોધીડા બેઠક પરથી ચુંટણી લડીશ. શાસક પક્ષમાં રહીને લોકોના કામ સારી રીતે થઇ શકે તે માટે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનું પગલું ભર્યું છે.

(1:52 PM IST)