તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 11th April 2026
કોર્પોરેશન ચૂંટણી રાજકોટ મહાનગરપાલિકાને ૩૦ થી ૩પ લાખમાં પડશેઃ કોર્પોરેશને ખર્ચ ભોગવવાનોઃ બૂથ દીઠ ૩૦ હજાર મર્યાદા...
ફોર્મ ભરવાની કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલશેઃ સ્ટાફ માટે બે ડઝન વાહનો રીકવીઝીટઃ ૧પમી બાદ સર્વીસ વોટરને બેલેટ મોકલાશે... ફોર્મ ભરવા ૧ર સ્થળે ભારે ધસારોઃ ભાજપ-કોંગ્રેસ-આપ-અપક્ષ સહિત બપોરે ર સુધીમાં રપ૦થી ૩૦૦ ફોર્મ ભરાયા... ચૂંટણી સ્ટાફમાં રોકાયેલા માટે આ વખતે માત્ર કેમ્પ નહિઃ પોસ્ટલ બેલેટ કે-ઇલેકશન ડયુટી સર્ટિફીકેટ મત લેવાશેઃ દરેક કચેરી બહાર અંદર ટોળાઃ આચારસંહિતાનો ખૂલ્લેઆમ ભંગ

રાજકોટ, તા. ૧૧: રાજકોટ મહાનગરપાલિકા સહિત જિલ્લાની પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે. ૬ એપ્રિલથી ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થયા બાદ શરૂઆતના દિવસોમાં ઠંડો પ્રતિસાદ હતો, પરંતુ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ -કોંગ્રેસ, આપ અને અન્ય અપક્ષ સહિત તમામ પક્ષના ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો.રાજકોટ કોર્પોરેશનમાં તમામ ૧૨ જગ્યાએ નામાંકન પત્ર ભરવા ઉમેદવારોની અકલ્પનિય ભીડ જોવા મળી હતી.
આજે નામાંકન પત્ર ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અને તેમના ચાર સમર્થકો અનેક ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો અને આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થયો હતો, દરેક આરઓ અને એઆરઓ કચેરીમાં અને કચેરી બહાર જે તે પક્ષના કાર્યમરોના ટોળા હોય ખુલ્લઆમ આચારસહિંતા ભંગ જોવા મળી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી ૨૬મીએ યોજાનાર ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાંસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન મથક દીઠ ખર્ચની મર્યાદા રૂા. ૩૦,૦૦૦ નિયત કરવામાં આવી છે. જેને લઇ આરઓ-એઆરઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. અને આ ૩૦ હજારનો ખર્ચ કોર્પોરેશન ભોગવશે તેમ જાણવા મળી રહ્યું છે, ટુંકમાં કોર્પોરેશનને આ ચૂંટણી ૩૦ થી ૩પ લાખમાં પડશે તેમ કલેકટર તંત્ર ઉમેરી રહયું છે.
આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને સોમવારે તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ બુધવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે ચૂંટણી પહેલા ચૂંટણી સ્ટાફ માટે મતદાન અંગે કોઈ ખાસ કેમ્પ રાખવામાં આવ્યા નથી. આ સિવાય ચૂંટણી સ્ટાફ તેના જ વોર્ડમાં ફરજ બજાવતા હશે તો તે ત્યાં મતદાન કરી શકશે અને તેમને ઈલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ આપવામાં આવશે પણ જો અન્ય વોર્ડમાં ફરજ બજાવતા હશે તો તેમને અગાવ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનું રહેશે.
૧૫મી એપ્રિલે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ પોસ્ટલ બેલેટ છાપવાની કામગીરી પણ શરૂ થઇ જશે. અને અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિહન આપવાની પ્રકિયા શરૂ થશે. જેમાં અપક્ષ ઉમેદવારને ત્રણ ચિહનનો વિકલ્પ આપી પોતાનું મનપસંદ ચિホન પસંદ કરવાનું રહેશે.
બપોરે ર વાગ્યે મળતા અહેવાલો મુજબ પડધરી-લોધીકા તાલુકા પંચાયતની બેઠકના ફોર્મ રાજકોટ સીટી પ્રાંત-૩ શ્રી વિમલ ચક્રવર્તી પાસે રહયા હતા.
બપોરે ર ના રપોર્ટ મુજબ ભાજપ-કોંગ્રેસ, આપ-અપક્ષ સહિત કુલ ૩૦પ જેટલા ફોર્મ ભરાયા છે, આમાં ડમી ઉમેદવારો પણ આવી જાય છે, ફોર્મ ભરવા ભારે ધસારો હોય, ટોકન સીસ્ટમ અપનાવાઇ હોય, સાંજ સુધીમાં ફોર્મ ભરવાનું ચાલશે તેમ અધિકારી સૂત્રો ઉમેરી રહયા છે. આ ઉપરાંત જે તે આર.ઓ.-એ.આર.ઓ. દ્વારા ચૂંટણી સ્ટાફ માટે બે ડઝન ગાડી રીકવીઝીટ કરાઇ હતી
(2:45 PM IST)










