<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

કાલે માલણ માતાજીના મંદિરે ૨૧મો મહાયજ્ઞ

મંદિરના સ્‍વપ્‍નદ્રષ્ટા સ્‍વ. કેશુભાઈ રવજીભાઈ રાઠોડના સંકલ્‍પને સાકાર કરતું માલણ માં પરિવારઃ વિવિધ ધાર્મિક કાર્યક્રમો

રાજકોટઃ શ્રી જગત જનની માલણ માતાજીના મંદિરના ૨૧ વર્ષ પૂર્ણ થવાના અવસરે આવતીકાલે રવિવારે ભવ્‍ય મહાયજ્ઞ અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે.

આ મંદિરના નિર્માણ પાછળ જેમના ઉમદા વિચારો અને શ્રદ્ધા રહેલા હતા તેવા મંદિરનાસ્‍વપ્‍નદ્રષ્ટા સ્‍વ. કેશુભાઈ રવજીભાઈ રાઠોડ હતા. તેમના આ પવિત્ર સંકલ્‍પને આજે ૨૧ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્‍યારે સમગ્ર રાઠોડ પરિવાર અને માલણ માં પરિવાર દ્વારા આ દ્વિદશક પૂર્તિ મહોત્‍સવને યાદગાર બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

મહંત શ્રી સર્વેશ્વરદાસ કાઠીયાબાપુ (ધોકડવાવાળા) ના સાનિધ્‍યમાં યોજાનારા આ કાર્યક્રમની વિગતો જોઇએ તો કાલે રવિવારે મહાયજ્ઞ પ્રારંભસવારે ૯-૩૦ કલાકે,માતાજીનો શણગારઃ સવારે ૯-૩૦ કલાકે ,બીડું હોમવાનું તથા મહાઆરતીઃ બપોરે ૧૨-૩૦ થી ૧  કલાકે થશે બાદ, મહાપ્રસાદ રાખેલ છે. 

સ્‍થળઃશ્રી જગત જનની માલણ માતાજીનું મંદિર, શ્રી ગીરીજાપુરીબાપુની તપોભૂમિ, શ્રી નાગેશ્વર મહાદેવનું મંદિર, મામા સાહેબની જગ્‍યા, બાપા સીતારામ ચોક, રૈયા ગામ તરફ જતો રસ્‍તો, રૈયા રોડ, રાજકોટ.

મા શ્રી જગતજનની માલણમાંના મંદિરની સ્‍થાપના વર્ષ ર૦૦પમાં રવજી વિરાજી રાઠોડની પ્રેરણાથી શ્રી કેશભાઇ રવજીભાઇ રાઠો અને શ્રી માલણમાં પરિવારના સભ્‍યો દ્વારા રાજસ્‍થાનના પાળી શહેર પાસે આવેલા શ્રી માલણમાંના મંદિરે થી શ્રી જગતજનની માલણમાંના ફળા ને લાવી રાજકોટ ખાતે-નુતન મંદિર બનાવવામાં આવ્‍યું આ મંદિર બનાવવા શ્રી ભીખાભાઇ સવજીભાઇ લીડીયા, શ્રી કિશોરભાઇ રાઠોડ, શ્રી જેન્‍તીભાઇ ગગજીભાઇ રાઠોડ, શ્રી હર્ષદભાઇ રાઠોડ, શ્રી રાજુભાઇ રાઠોડ તેમજ શ્રી રવજી વિરાજી રાઠોડ પરિવાર દ્વારા આ નુતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્‍યું.

જયાં શ્રી જગત જનની માલણમાં તેમજ શ્રી માણલમાંના ચાર ધામ એવા ગામ ઝાનરા જેસલમેર રાજસ્‍થાન, ગામ કાનાવાસ પાળી રાજેસ્‍થાન, આબુ પર્વત રાજસ્‍થાન તેમજ પોરબંદરના એમ ચારેય સ્‍થળોની હાજરી રાજકોટના શ્રી જગત જનની માલણમાંના મંદિરમાં રહેશે. 

ર૦ર૩માં નિંજ મંદિરનું ભૂમિ પુજન શ્રી કેશુભાઇ રવજીભાઇ રાઠોડની સ્‍વપ્‍નને સર્વે શ્રી જગત જનની માલણમાંના મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્‍યું. ગત વર્ષ મૂર્તિ પ્રતિષ્‍ઠા કરવામાં આવી હતી.

 કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કેશુભાઇ રવજીભાઇ રાઠોડની પ્રેરણાથી શ્રી હર્ષદભાઇ રાઠોડ,શ્રી રાજુભાઇ લીડીયા,શ્રી મનોજભાઇ રાઠોડ, શ્રી વિષ્‍ણુંભાઇ લીડીયા, શ્રી રાજુભાઇ રાઠોડ, શ્રી દિનેશભાઇ રાઠોડ, શ્રી રોહિતભાઇ રાઠોડ, શ્રી વિમલભાઇ રાઠોડ(મો. ૯૬૨૪૪ ૩૭૪૭૪, શ્રી હિરેનભાઇ રાઠોડ, શ્રી કેતનભાઇ રાઠોડ, શ્રી જીતુભાઇ રાણા, શ્રી કિશોરભાઇ રાઠોડ, રવિભાઇ રાઠોડ, શ્રી આનંદભાઇ રાણા,શ્રી વિશાલભાઇ રાઠોડ (મો.નં. ૯૮૨૪૧ ૩૩૧૧૩) શ્રી મહેન્‍દ્ર રાઠોડ, શ્રી હરેશભાઇ રાઠોડ, શ્રી ધાર્મિકભાઇ રાઠોડ, શ્રી તેજસભાઇ રાઠોડ, શ્રી રાહુલભાઇ રાઠોડ, શ્રી રોહનભાઇ રાઠોડ, શ્રી અમુભાઇ સોઢા શ્રી મહેન્‍દ્રભાઇ મારૂ શ્રી ગોપાલભાઇ રાણા, શ્રી ચંદ્રજીતભાઇ રાઠોડ જહેમત ઉઠાવી રહયા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:34 PM IST)