<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

વોર્ડ નં.૭માં ઉમેદવાર બદલવાનું મુખ્‍ય કારણ નેહલ શુક્‍લની સેવા અને માલવીયા સંકુલનું વર્ચસ્‍વ તોડવાનું

 

રાજકોટઃ શહેરની  નામાંકિત માલવીયા કોલેજ સંકુલ સાથે સંકળાયેલા ત્રણ મુખ્‍ય મેનેજરીયલ પદાધિકારી/અધિકારી - ઘનશ્‍યામભાઈ હેરમાં, હિરેનભાઈ લાભુભાઈ ખીમાણીયા અને શૈલેષભાઈ જાનીના નામ એકસાથે સામે આવતા રાજકીય મોવડી મંડળ ચોંકી  ઉઠ્‍યું  હતું.   બીજી  તરફે પ્રામાણિક, નિષ્ઠા, સ્‍પષ્ટવક્‍તા અને 'વ્‍હીસલ બ્‍લોઅર' તરીકેની છાપ ધરાવતા પૂર્વ કોર્પોરેટરની ટિકિટ કપાતા શિક્ષિત વર્ગમાં ઉગ્ર નારાજગી જોવા મળી હતી. આ પરિસ્‍થિતિની ગંભીરતા પારખીને ભાજપના મોવડી મંડળએ   માલવીયા કોલેજ સંકુલના શૈલેષભાઈ જાનીની ઉમેદવારી રદ કરી માલવીયા કોલેજના સંકુલના વર્ચસ્‍વને  તોડી 'ડીપેન્‍ડન્‍સી રિસ્‍ક'નું મેનેજમેન્‍ટ કરવા માટે શૈલેષભાઈ  જાનીને પડતા મૂકી  તેના સ્‍થાને પૂર્વ નિષ્ઠાવાન કોર્પોરેટર નેહલ શુક્‍લની ઉમેદવારી જાહેર કરી  ‘ડેમેજ કંટ્રોલ' કરવાનો પ્રયાસ કરાયો હોવાનું ભાજપના વર્તુળો જણાવી રહ્યા છે.(

(3:52 PM IST)