તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 11th April 2026
ભાજપના ૧૮ વોર્ડના ૭ર ઉમેદવારો ખુશખુશાલઃ જીતનો રણટંકાર...
આગેવાનો-કાર્યકરો સાથે વાજતે ગાજતે ફોર્મ ભર્યાઃ શહેરનો વિકાસ હરણફાળ ભરશે

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ૧ થી ૧૮ વોર્ડની કુલ ૭ર બેઠકો માટે ભાજપના ૭ર ઉમેદવારોએ ખુશ ખુશાલ સસ્મિત સાથે ફોર્મ ભર્યા હતા, આ સમયે ધારાસભ્યો-સાંસદ તથા શહેરના ભાજપના નામાંકિત આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. તસ્વીરમાં પ્રથમ તસ્વીરમાં વોર્ડ નં. ૧ માં અંજનીબેન મોઝરીયા, અને તેમની પેનલ ફોર્મ ભરતા, બીજી તસ્વીરમાં વોર્ડ નં. ર માં ડો. શૈલેષ વલાણી તથા તેમની પેનલ, ત્રીજી તસ્વીરમાં વોર્ડ નં. ૩ માં અલ્પાબેન દવે અને તેમની પેનલે, ચોથી તસ્વીરમાં વોર્ડ નં. ૪ માં કંકુબેન ઉધરેજા, કાળુભાઇ કુગશીયા અને તેમની પેનલે, વોર્ડ નં. પ માં રસીલાબેન સાકરીયા, સ્મિતાબેન ગોહેલ અને તેમની પેનલે ફોર્મ ભર્યા તે નજરે પડે છે, છઠ્ઠી તસ્વીરમાં વોર્ડ નં. ૬ ના અનિલભાઇ ચૌહાણ, પરેશ પીપળીયા, અને તેમની પેનલે ફોર્મ ભર્યા હતા, ૭મી તસ્વીરમાં વોર્ડ નં. ૭ માં ખ્યાતિબેન ગોહેલ, નેહલ શુકલ અને તેમની પેનલે ડીએસસી સમક્ષ ફોર્મ ભર્યા હતાં. આઠમી તસ્વીરમાં વોર્ડ નં. ૮ ના મનીષભાઇ ભટ્ટ, કિરણબેન માંકડીયા અને તેમની પેનલે, તો ૯ મી તસ્વીરમાં જાનકીબેન કંટોળીયા, રાજુભાઇ અઘેરાએ વોર્ડ નં. ૯ માંથી ફોર્મ રજૂ કર્યા તે જણાય છે. તસ્વીરમાં ૧૦ મી તસ્વીરમાં વોર્ડ નં. ૧૦ માં નીતાબેન લાલ, ઘનશ્યામભાઇ હેરભા, વોર્ડ નં. ૧૧ માં ભારતીબેન પાડલીયા, રક્ષિત કલોલા, વોર્ડ નં. ૧ર માં શ્રી પ્રદીપભાઇ ડવ, જયશ્રીબા જાડેજા, વોર્ડ નં. ૧૩ માં સોનલબેન સેલારા મોહીતસિંહ જાડેજા, વોર્ડ નં. ૧૪ માં શ્રી ચંદાબેન વાળા, હિેરન ખીમાણી, કેતન પટેલ, વોર્ડ નં. ૧પ માં હેતલબેન કુમાર ખાણીયા, નીલેશ હેરભા, વોર્ડ નં. ૧૬ માં રૂચિતાબેન જોષી, ઉમેશભાઇ વાઘેલા, રાજેશ લીલા, વોર્ડ નં. ૧૭ માં કિર્તીબા રાણા, ડો. રિંકલ મેઘાણી તથા વોર્ડ નં. ૧૮ માં દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયભાઇ સાગઠીયા, સંજયસિંહ રાણા પોતાની પેનલ સાથે તસ્વીરો અનુક્રમે ૧૧, ૧ર, ૧૩, ૧૪, ૧પ, ૧૬, ૧૭, અને ૧૮ માં ફોર્મ રજૂ કરતા નજરે પડે છે. ભાજપના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા ત્યારે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, રામભાઇ મોકરીયા, વીગેરે હાજર રહ્યા હતા, ઉમેદવારોએ ઢોલના નાદ, ફટાકડાના ધુમ ધડાકા સાથે ફોર્મ ભરી વિજયી થવાનો આશાવાદ વ્યકત કરી રાજકોટનો વિકાસ હરણફાળ ભરશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. (તસ્વીર : અશોક બગથરીયા, સંદીપ બગથરીયા, અભિજીત બગથરીયા)
(3:53 PM IST)










