News of Saturday, 11th April 2026
વિજય વિશ્વાસ સંમેલનમાં અંજલીબેનની હાજરીએ વધાર્યો ઉત્સાહ
ભાજપ આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યકરોમાં ખુશાલીનો માહોલ, ચૂંટણી પૂર્વે વિશ્વાસનું પ્રદર્શન

રાજકોટ, તા.૧૧: આજે ભાજપના બહુમાળી ભવન ખાતે મળેલ વિજય વિશ્વાસ સંમેલન દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન પણ ઉપસ્થિત રહયા હતા. બાલ્યકાળથી સંઘના રંગેરંગાયેલ અંજલીબેન સંમેલનની શરૂઆતથી છેક અંત સુધી હાજર રહેલ. પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, કાશ્મીરાબેન નથવાણી સહિતના મહિલા આગેવાનો સતત અંજલીબેનની સાથે રહયા હતા. શહેર ભાજપ દ્વારા પણ અંજલીબેનને પુરતા માન સાથે સ્થાન આપવામાં આવ્યું હતું. અંજલીબેનની હાજરીએ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.
રાજકોટમાં યોજાયેલા ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં આજે ખાસ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો સાથે અંજલીબેનની ઉપસ્થિતિએ કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો.
સંમેલન સ્થળે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વિજય વિશ્વાસના નારા સાથે પાર્ટીના જીતના સંકલ્પને વધુ મજબૂતી આપવામાં આવી હતી. અંજલીબેનના આગમનથી ખાસ કરીને મહિલા કાર્યકરોમાં ઉત્સાહ અને ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા પાર્ટીની સિદ્ધિઓ અને આવનારી ચૂંટણી માટેની તૈયારીઓ પર ભાર મુકવામાં આવ્યો હતો. સાથે જ કાર્યકરોને એકજૂટ રહીને ભાજપને ભવ્ય જીત અપાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ચૂંટણી નજીક આવતાં આવા સંમેલનો દ્વારા ભાજપ સંગઠનને મજબૂત બનાવી રહી છે અને કાર્યકરોમાં જીતનો વિશ્વાસ વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
(3:49 PM IST)










