તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 13th April 2026
બપોર બાદ રાષ્ટ્રપતિ શ્રી મૂર્મૂજી રાજકોટમાં: એઇમ્સ ખાતે એઇમ્સના ૫૦ વિદ્યાર્થીઓને દીક્ષાંત સમારોહ

રાજકો ટ, તા.૧૩: દેશનાંરાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી આજે બપોરબાદ રાજકોટ આવી રહ્યા છે, તેમની સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ પણ ે ઉપસ્થિત રહેશે.
દેશનાંરાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની પ્રરક ઉપસ્થિતિમાં રાજકોટ સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS) ખાતે સાંજ ૪ ે કલાકે પ્રથમ દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજકોટ એઇમ્સની પ્રથમ બેચના ૫૦ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમજ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ અને ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા ઉપસ્થિત રહેશે
(11:24 AM IST)










