તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th April 2026
અખબારો-ઇલેકટ્રોનિક-સોશ્યલ મીડિયામાં ચૂંટણી પ્રચાર માટે જાહેરાતો પ્રસિધ્ધ કરતા પહેલા કમિટીની મંજૂરી ફરજીયાત
કલકેટર ડો. ઓમપ્રકાશના આદેશોઃ નાયબ મામલતદાર-જમાદારોને દેખરેખ રાખવા નિમણૂંક કરાઇ..

રાજકોટ, તા.૧૩: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ નિષ્પક્ષ, તટસ્થ, શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.ઓમ પ્રકાશે હુકમ કર્યો છે કે, ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ સભ્ય અને સહાયક માહિતી નિયામક રાજકોટને અરજી કરવાની રહેશે.બીજી કોઈ વ્યક્તિ અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. ઈલેક્ટ્રોનીક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણીત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે.આવી જાહેરાત, જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઈટસ વગેરેની પરવાનગી મેળવવા માટેની અરજી સભ્યઅને સહાયક માહિતી નિયામક જયુબેલી બાગ, રાજકોટને કરવાની રહેશે. આ અરજીમાં જાહેરાત નિર્માણનું ખર્ચ, ઈર્ન્સશનની સંખ્યાના વિભાજન અને આવા દરેક ઈન્સર્શન માટે વસૂલ કરવામાં આવનાર સુચિત દર સાથે ટેલીવિઝન ચેનલ અથવા કેબલ નેટવર્ક પર આવી જાહેરાતના સૂચિત ઙ્કસારણનું અંદાજીત ખર્ચ, મુકેલ જાહેરાત ઉમેદવાર કે ઉમેદવારો પક્ષોની ચૂંટણની ભાવિ શકયતાના લાભ માટે છે કે કેમ? તે બાબત પણ જણાવવાની રહેશે.જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઈ વ્યક્તિએ આપી હોય તો તે વ્યક્તિ સોગંદ પર જાહેર કરશે કે, તે કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી. અને ઉક્ત જાહેરાત કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવારે પુરસ્કળત કરી નથી કે સોંપણી કરી નથી કે તેની ચુકવણી કરી નથી.બધી ચુકવણી એકાઉન્ટ પેઈ ચેકથી કરવામાં આવશે એવી કબુલાત. ટેલીકાસ્ટ માટે જાહેરાત, જિંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટસની મંજુરી મેળવ્યા વિના જાહેરાત, જિંગલ્સ, ઈન્સર્શન્સ, બાઈટસનું પ્રસારણ થઈ શકશે નહીં. ચૂંટણી કામગીરી માટે નાયબ મામલતદાર-હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના અધિકારીએ જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવાની રહેશે અને આચારસંહિતાનું ઉલ્લંઘન થતું જણાય તેવા સમયે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને અહેવાલ રજુ કરવાનો રહેશે. આવો અહેવાલ મળ્યેથી ચૂંટણી કામગીરી માટે નિયુક્ત સંબંધિત ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારીને કેબલ ટેલીવિઝન વિનિયમન અધિનિયમ-૧૯૯૫ હેઠળના નિયમો તથા રાજય ચૂંટણી આયોગની વખતોવખતની સુચનાઓ ઘ્યાને લઈ તપાસણી અને સીઝર સહિતની કામગીરી કરવાની સત્તા આપવામાં આવે છે. ચૂંટણી લડતા ઉમેદવારો/રાજકીય પક્ષો દ્વારા કેબલ નેટવર્ક/સ્થાનિક રીતે ચાલતી ચેનલો મારફતેના આવા ચૂંટણી પ્રચાર અંગેની અરજીઓ મળ્યા બાદ સમિતિમાં રજુ કરી મંજુરી મળ્યેથી તેની આખરી મંજુરી આપવા માટેના હુકમો તૈયાર કરી કલેકટરશ્રી-રાજકોટ સમક્ષ રજુ કરવા તથા મંજુરી આપવા બાબતેની તમામ પ્રકારની કાર્યવાહી સભ્યશ્રી અને સહાયક માહિતી નિયામક, રાજકોટએ કરવાની રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે. આ જાહેરનામા ભંગની ફરીયાદ સંબંધિત પોલીસ સ્ટેશનના ફરજ પરના એ.એસ.આઈ.કે તેથી ઉપરનો દરજજો ધરાવનાર અધિકારી કર્મચારીએ ફરીયાદ દાખલ કરવાની રહેશે. આ હુકમ તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં લાગુ પડશે
(3:48 PM IST)










