<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પરઃ આયાતી અને વગદાર

ઉમેદવારોને પ્રાધાન્‍ય મળ્‍યાની ચર્ચા વચ્‍ચે વફાદાર કાર્યકરોનો અવાજ બન્‍યા નેહલ શુક્‍લ

રાજકોટઃ આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે સત્તાધારી પક્ષ ભાજપની ટિકિટ ફાળવણીમાં વ્‍યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. પક્ષના નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના અને અન્‍ય પક્ષોમાંથી આવેલા નેતાઓને પ્રાધાન્‍ય મળ્‍યાની ચર્ચા વચ્‍ચે, ઇતિહાસમાં પ્રથમવાર વોર્ડ નંબર ૭માં ઉમેદવાર બદલવાની ઘટનાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે.

આગામી ૨૬ એપ્રિલે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્‍યારે શહેરમાં રાજકીય માહોલ અત્‍યંત ગરમાયો છે. સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ વોર્ડ નંબર ૧ થી ૧૮માં નાના-મોટા કચવાટ અને નારાજગી જોવા મળી છે. વર્ષોથી પક્ષ માટે ખંતથી કામ કરતા પાયાના કાર્યકરોમાં ટિકિટ ન મળવાને કારણે રોષ વ્‍યાપ્‍યો છે. આ અસંતોષના પડઘા રાજકોટ ભાજપના મુખ્‍ય કાર્યાલય ‘કમલમ' ખાતે મોડી રાત સુધી ઉમટી પડેલા કાર્યકરોના ટોળા સ્‍વરૂપે જોવા મળ્‍યા હતા.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપ પોતાની મૂળભૂત પંચનિષ્ઠા અને મૂલ્‍ય આધારિત રાજનીતિથી થોડું દૂર જઈ રહ્યું હોય તેવું ચિત્ર ઊભું થયું છે. ભૂતકાળમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (આપ), ગુજરાત પરિવર્તન પાર્ટી (જી.પી.પી.) અને મજપામાંથી મોટી સંખ્‍યામાં આવેલા કાર્યકરો અને નેતાઓના ઁભરતી મેળાઁને કારણે પક્ષનું મૂળભૂત કલ્‍ચર બદલાયું હોવાનું મનાય છે. ‘અકિલા'ના એક સર્વે મુજબ પણ હવે ચૂંટણીને સેવાના બદલે સત્તા મેળવવાના માધ્‍યમ તરીકે વધુ જોવામાં આવી રહી છે.

પક્ષે ચૂંટણી પૂર્વે કેટલાક નિયમો બનાવ્‍યા હતા, જેમ કે પરિવારવાદ ટાળવો, અન્‍ય વોર્ડના ઉમેદવાર ન હોવા, ૩ ટર્મથી સક્રિય હોવા, ૬૦ વર્ષથી ઉપરના ન હોવા ને દાગી કે ભલામણિયા ન હોવા. પરંતુ એવી લોકચર્ચા છે કે ટિકિટ વહેંચણીમાં વગદાર અને પ્રભાવશાળી લોકોની ભલામણોથી આ નિયમોમાં હળવાશ દાખવવામાં આવી છે.

મોટા નેતાઓ દ્વારા કાર્યકર્તાઓને બદલે પોતાના નજીકના લોકો માટે ટિકિટ માંગવામાં આવી હોવાનો સૂર ઉઠ્‍યો છે. આ સ્‍થિતિમાં વર્ષોથી પક્ષ માટે કામ કરતા કાર્યકરોના અવાજ તરીકે લડાયક અને યુવા નેતા નેહલ શુક્‍લ ઉભરી આવ્‍યા હોવાનું રાજકોટના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે.

ગત ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવારોના મેન્‍ડેટ ફાડવા અને ટોળાશાહીના દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા, જેના કારણે કોંગ્રેસને મોટું નુકસાન વેઠવું પડ્‍યું હતું. પરંતુ આ વખતે કોંગ્રેસમાં સાપેક્ષ રીતે શાંતિ છે, જ્‍યારે ભાજપમાં ઉલટી ગંગા વહી રહી છે. વિશેષ કરીને, રાજકોટ ભાજપના ઇતિહાસમાં વોર્ડ નં. ૭માં ઉમેદવાર જાહેર થયા બાદ છેલ્લી ઘડીએ મેન્‍ડેટ બદલવાની ઘટના બની છે, જે પક્ષમાં આંતરિક જૂથવાદ હજુ યથાવત હોવાનો સંકેત આપે છે. આ સમગ્ર ઘટનાક્રમથી રાજકોટનો શિક્ષિત વર્ગ આヘર્યમાં મુકાયો છે અને આંતરિક ખેંચતાણની અસર આગામી ચૂંટણીના પરિણામો પર કેટલી પડશે તે જોવું રસપ્રદ બની રહેશે.

ઉડતી નજરે..

જ્જ આ વખતનું કૉર્પોરેશન લોકોની સેવા માટેનું નહી પરંતુ કોર્પોરેટ કક્ષાનું બની રહેશે.

જ્જ ભાજપમાં સમય જતા કાર્યકરોનો દબદબો અને માભો વધતો જતો હોય છે પરંતુ આ ચુંટણી માં કદાવર નેતાઓને પણ બે કોડીના બનાવી દેવાયા.

જ્જ કાર્યકર્તાઓ માટે ટિકિટ માંગવાને બદલે ભાજપના નેતાઓએ પોતાના નજીકનાઓ માટે ટિકિટ માંગી અસલી ચહૈરો ખુલ્લો કર્યો.

જ્જ મેન્‍ડેટ બદલવાનો ગુજરાતમાં -થમ બનાવ રાજકોટમાં બન્‍યો છે, એ જ દર્શાવે છે કે રાજકોટમાં જૂથવાદનો ભોરિંગ યથાવત છે.

આગામી ૨૬ એપ્રિલના રોજ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્‍યારે રાજકોટમાં રાજકીય પક્ષોમાં એક ઉલટી ગંગા જોવા મળી જેના કારણે વર્ષોથી ભાજપમાં પાથરણા પાથરનાર અને ખુરસી ઉપાડનારનો આવાજ લડાયક અને યુવા નેતા નેહલ શુક્‍લ બન્‍યા હોવાનું રાજકોટના કાર્યકર્તામાં ચર્ચાઈ રહ્યું છે તો સાથોસાથ રાજકોટમાં જૂથવાદ યથાવત છે તેનો એક સંદેશો સર્વત્ર આપી દીધો છે   

 રાજકોટના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો કોંગ્રેસ હોય કે ભાજપ તેના કાર્યકર્તાઓ ઉપર એમના નેતાઓ ની એક પકડ હતી અને એના કારણે રાજકોટનો કાર્યકર્તા શિસ્‍તબધ ગણાતો હતો.

ગત કૉર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જાહેરમાં ઉમેદવારોના મેન્‍ડેટ ફાડી નખાયેલ,નેતાઓના ઘરે અને કાર્યાલયો ઉપર ટોળાશાહીના વરવા દૃશ્‍યો જોવા મળ્‍યા હતા અને કોંગ્રેસ હાસ્‍યાસ્‍પદ બની હતી, જેના કારણે ૭૨માંથી માત્ર ૪ બેઠકો જ કોંગ્રેસ ને મળી હતી. ત્‍યારબાદ કોંગ્રેસમાં ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી મહેનત કરનારા કાર્યકર્તાઓ ઉપરથી વિશ્વાસ ગુમાવી દીધો હોય એ રીતે કોંગ્રેસ, આપ, જી.પી.પી, મજપામાથી બહોળી સંખ્‍યામાં નેતા - કાર્યકર્તાઓનો ભરતી મેળો કરી સતાધારી પક્ષ આજે તેના હાથમાં સોંપી દીધો હોય ઘાટ ઘડાયો છે.

રાજકોટના ૧થી ૧૮ વોર્ડમાં અસંતોષ અને ભડકાની આગ જોવા મળી, પણ  ભાજપના કાર્યકર્તાના રોષને સમજવા મૂળ ભાજપી નેતાઓ ન હોવાને કારણે રાજકોટ ભાજપના વડામથક ખાતે મોડી રાત સુધી ઉમટી પડ્‍યા હતા. ત્‍યારે વોર્ડ વાઇઝ કરાયેલા સર્વેમાં જણાવાયુ હતું કે હવે કાર્યકર્તા સતાને સેવાનું માધ્‍યમ નહી પરંતુ મેવાનું માધ્‍યમ બનાવતો થઈ ગયો છે. સતા માટે જે રીતે ગાળા ગાળી અને ઊંચા સ્‍વરે પોતાનો આક્રોશ ઠાલવ્‍યો હતો એ જ દર્શાવે છે કે રાજકોટ ભાજપ હવે નેતાવિહોણું ભાજપ બન્‍યું છે.

રાજકોટ ભાજપના નેતાઓએ ભૂતકાળમાં પરિવાર માટે ટિકિટ માંગવાને બદલે કાર્યકર્તા માટે ટિકિટની માંગણી કરી છે અને એના કારણે જ આજે ભાજપ સત્તા સ્‍થાને રહ્યો છે. પરંતુ સમય જતા ભાજપમાં આયાતિઓના કારણે કલ્‍ચર બદલાયું છે એટલે ભાજપ આજે મૂલ્‍યોની તોડ જોડની નીતિ અપનાવી રહ્યું છે. પાર્ટીના વફાદાર કાર્યકર્તાને ટિકિટ આપવાને બદલે નેતાના વગદારને ટિકિટ આપી ભાજપ પણ કોંગ્રેસી કલ્‍ચર તરફ જઈ રહ્યું હોય તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે .

આ ચુંટણીમાં કોંગ્રેસમાં કોઈ પણ મોટા ડખા જોવા નથી મળ્‍યા, તેના બદલે ભાજપમાં જે વરવું પ્રદર્શન થયેલ તેનાથી રાજકોટનો શિક્ષિત વર્ગ અચંબામાં પડી ગયો છે. ભાજપનો નેતા પક્ષનું કદ વધારવાના બદલે પોતાના પરિવારજનો તેમજ મારા તારાની ટિકિટ માંગી બે કોડીનો સાબિત થયો છે ત્‍યારે આ બધું પરિણામ ચૂંટણીના પરિણામને અસર કરશે તેમ જોરશોરથી ચર્ચાય રહ્યું છે. 

 

 

(3:49 PM IST)