<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

રાજકોટ કોંગ્રેસને ઝટકોઃ સોરાણી દંપતીએ પક્ષમાંથી આપ્‍યું રાજીનામું

પુર્વ કોર્પોરેટર પ્રવિણભાઈ સોરાણી અને પુર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ પંજાનો સાથ છોડયોઃ આગેવાનોનો માન્‍યો આભાર

 

રાજકોટ, તા.૧૩: શહેરની રાજનીતિમાં મહત્‍વપૂર્ણ વળાંક સામે આવ્‍યો છે. શહેર કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી અને પૂર્વ કોર્પોરેટર  પ્રવિણભાઈ સોરાણીએ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્‍યપદેથી રાજીનામું આપ્‍યું છે. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાને લખેલા પત્રમાં જણાવ્‍યું હતું કે,

હાલની પરિસ્‍થિતિમાં અમો બન્ને પતિ, પત્‍નિ કોંગ્રેસ પક્ષમાં કામ કરી શકીએ તેમ નથી. અમોને કોંગ્રેસ પક્ષે ઘણુ આપ્‍યુ છે. સ્‍વર્ગસ્‍થ પૂજય મનોહરસિંહજી જાડેજા, દાદાના સાનિધ્‍યમાં ૧૯૯૭માં કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ, અને કોંગ્રેસ પક્ષ દ્વારા અમોને પાંચ વખત ચુંટણી લડવાની તક આપેલ હતી અને ચાર વખત અમો ચુંટણી જીતેલ હતી.

હાલની પરિસ્‍થિતિમાં રાજકોટ શહેર નેતાગણ અને અમારા વોર્ડના અમુક આગેવાનો સાથે અમો કામ કરી શકીએ તેમ ન હોય અમો રાજીનામું આપી રહયા છીએ. પ્રમુખ અમીતભાઈ ચાવડા, ઓલ ઈન્‍ડીયા કોંગ્રેસ સમીતીના સેક્રેટરી તથા ગુજરાત કોળી સમાજના આગેવાન રૂત્‍વીકભાઈ મકવાણા, પૂર્વ એમ.એલ.એ. તથા ગુજરાત કોળી સમાજ આગેવાન પુંજાભાઈ વંશ, મહેશભાઈ રાજપૂત (ઓબીસી પ્રદેશ પ્રમુખ), ડો.હેમાંગભાઈ વસાવડા (પૂર્વ રાજકોટ શહેર પ્રમુખ) તથા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી, ઉપરોકત આગેવાનો દ્વારા ૨૭ વર્ષમાં મને મારી કારકીર્દી બનાવવા સહકાર આપેલ તે બધા આગેવાનો નો આભાર માની રહયા છીએ.

 હાલની વ્‍યક્‍તિગત પરિસ્‍થિતિઓને કારણે તેઓ હવે પક્ષમાં સક્રિય રહી શકશે નહીં. બંનેએ નોંધ્‍યું કે કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને વર્ષોથી સન્‍માન અને તક આપવામાં આવી હતી, જેના માટે તેઓ આભારી છે.

પત્રમાં તેમણે ખાસ કરીને પૂર્વ આગેવાનો અને સંગઠનના નેતાઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો, જેમણે તેમને રાજકીય કારકિર્દી બનાવવા માર્ગદર્શન આપ્‍યું હતું. સાથે જ શહેર કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને પોતાના વોર્ડના મતદારો પ્રત્‍યે પણ તેમણે કળતજ્ઞતા વ્‍યક્‍ત કરી છે.

આ રાજીનામાને કારણે રાજકોટ કોંગ્રેસમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને આવનારા સમયમાં તેની અસર જોવા મળી શકે છે.(૨૩

 

 

 

(2:59 PM IST)