તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th April 2026
આઇપીએલના ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે પકડાયાઃ બેના નામ ખુલ્યા

રાજકોટ, તા., ૧૩ : ભકિતનગર પોલીસ તથા પીસીબી બ્રાન્ચે આઇપીએલના ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા.
ભકિતનગર પોલીસે વાલકેશ્વર સોસાયટી શેરી નં. ૮ ના ખુણે રોડ ઉપર મોબાઇલ ફોનમાં આઇપીએલના એલએલજી અને જીપી વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા વિરલ ઉર્ફે વિરૂ મહેશભાઇ લોખીલ (રહે. શ્રીનગર સોસાયટી,શેરી નં. પ, વાણીયાવાડી મેઇન રોડ)ને મોબાઇલ સહિત ૮૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ વિરલ જયદીપ રાજપુત (રહે. ગાયત્રીનગર મેઇન રોડ, ગોપાલનગર) સાથે જુગાર રમતો હોવાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
તેમજ પીસીબી બ્રાન્ચે જામનગર રોડ, પરસાણાનગર શેરી નં. ૪, ગૌરી એપાર્ટમેન્ટ પાસે રોડ ઉપર મોબાઇલ ફોનમાં આઇપીએલમાં એલએસજી અને જીટી વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા સ્ટેનલી વોલ્ટર જેમ્સ (રહે. ર૦૧-ગૌરી એપાર્ટમેન્ટને મોબાઇલ સહિત પ,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ સ્ટેનલી રાજુ કલાઇન્ટ નામના શખ્સ સાથે જુગાર રમતો હોવાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
(3:03 PM IST)










