News of Monday, 13th April 2026
રાજકોટ ગ્રામ્યમાં ભાજપે ખાતુ ખોલાવ્યું: ગઢકા બેઠકમાં પિનાલીબેન બિનહરિફ
જિલ્લા પંચાયતની ફોર્મ ચકાસણી પૂર્ણતાના આરે

રાજકોટ તા.૧૩: રાજયમાં આજે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવારી પત્રોની ચકાસણી થઇ રહી છે. આ લખાય છે ત્યારે બપોરે રાજકોટ જીલ્લા પંચાયતની બેઠકોની ફોર્મ ચકાસણી પૂર્ણતાના આરે છે. હજુ સુધી કયાંય નોંધપાત્ર વિવાદ કે ફોર્મ રદ થવાના વાવડ નથી. ગોંડલ સુધરાઇમાં બે બેઠકો બિનહરીફ મેળવ્યા બાદ રાજકોટ તાલુકામાં આજે ભાજપે બિનહરીફ જીતવાનું ખાતુ ખોલાવ્યુ છે. તાલુકા પંચાયતની ગઢકા બેઠક ઉપર આપના ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપના પિનાલીબેન કે. કલોલા બિનહરીફ થઇ ગયા છે. આ બેઠકમાં કોંગ્રેસ ચિત્રમાં જ ન હતી.
ભાજપના પિનાલીબેનને હવે પછી સતાવાર રીતે વિજેતા જાહેર કરવામાં આવશે. ભાજપે વિજય ઉત્સવ મનાવી લીધો છે. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ નાગદાનભાઇ ચાવડા, નરેન્દ્રસિંહ જાડેજા (મહામંત્રી), જયેશ બોઘરા, કેયુર ઢોલરીયા, જસ્મીન પીપળીયા, જે.કે. પીપળીયા, સંદીપ રામાણી, મહેશ આટકોટીયા વગેરે હાજર રહયા હતા.
(3:31 PM IST)










