તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 13th April 2026
શ્રી બાલાજી હનુમાનજી મહારાજના દર્શને આચાર્ય પૂ.રાકેશપ્રસાદજી મહારાજ
પૂ.વિવેકસાગરદાસજી સ્વામી, પૂ.રાધારમણદાસજી સ્વામી, પૂ.મુનિવત્સલદાસજી સ્વામી સહિત સંતો, ભાવિકોની ઉપસ્થિતી

રાજકોટ, તા.૧૩: રાજકોટઃ રાજકોટવાસીઓના દુઃખ દૂર કરતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) એક અત્યંત દિવ્ય અને મંગલમય અવસર ઉજવાયો હતો. વડતાલ સંસ્થાન સંચાલિત આ સુપ્રસિદ્ધ મંદિર ખાતે સંપ્રદાયના પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીએ આજે પાવન પધરામણી કરી હતી, જેના પગલે સમગ્ર મંદિર પરિસરમાં અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.
આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આગમન વેળાએ મંદિરમાં સંતો-મહંતો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો દ્વારા તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની પાવન ઉપસ્થિતિના કારણે મંદિરમાં એક અદભુત અને અલૌકિક ઉર્જાનો સંચાર થયો હતો. આ પાવન અવસરે મંદિરમાં અત્યંત ભક્તિમય અને ભાવભર્યા દૃશ્યો સર્જાયા હતા. પોતાના આરાધ્ય ગુરુદેવને પ્રત્યક્ષ નિહાળીને અનેક ભક્તોની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા અને તેઓ ગદગદિત થઈ ઉઠ્યા હતા.
મંદિરમાં પધાર્યા બાદ આચાર્યશ્રીએ શ્રી બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય દર્શન કર્યા હતા અને વિશેષ આરતી ઉતારી દાદાના ચરણોમાં વંદના કરી હતી ત્યારબાદ તેમણે મંદિરમાં ઉપસ્થિત ધર્મપ્રેમી જનતા અને હરિભક્તો પર પોતાની અમળતમય દૃષ્ટિ પાડી દિવ્ય આશીર્વચન પાઠવ્યા હતા. મંદિરના આયોજક મહંતશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, મહંત શાષાી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં આ સમગ્ર આયોજન ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયું હતું.
(3:27 PM IST)










