News of Monday, 13th April 2026
સુરતની સોફટવેર કંપનીમાં કરેલુ ૯૨ હજારનું રોકાણ ડુબતા સલાહ આપનાર ચેતન વાછાણીને ધમકી
વિજય ગઢીયા, તેમના પત્ની, ભાવેશ સેલડીયા અને સાગર પાનસુરીયા સામે ફરીયાદ

રાજકોટ તા.૧૩: સુરતની ઓમ કોમ્યુનીટી સોફટવેર કંપનીમાં કરેલુ ૯૨ હજારનું રોકાણ કંપની બંધ થઇ જતા ડૂબી જવાથી રોકાણની સલાહ આપનાર એજયુકેશન એડવાઇઝર ચેતન વલ્લભભાઇ વાછાણી (ઉ.વ.૩૯) વિજય ગઢીયા સહિત ૪ વ્યકિતએ ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે.
ફરીયાદી ચેતનભાઈ વલ્લભભાઈ વાછાણી જાતે-પટેલ ઉ.વ.૩૯ ધંધો. એજ્યુકેશન એડવાઈઝર રહે.૧૫૦ ફુટ રીંગ રોડ વીઝન હાઈટ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૧૦૦૨ હીલ્ટન બીલીવ્યુ રોડ મવડી રાજકોટ શહેર મો. નં. ૯૪૨૮૦ ૩૬૧૦૧.)એ ફરીયાદમાં જણાવ્યુ છે કે, છેલ્લા ચારેક વર્ષથી ઓનલાઈન એજ્યુકેશન એડવાઇઝર તરીકે કામ કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છુ.
છેલ્લા ૨૨ વર્ષથી રાજકોટમાં રહુ છુ અને રાજકોટમાં મહિનામાં બે વખત બીઝનેશ અને સેલ્ફ ડેવલોપમેન્ટ ગ્રોથ માટે મીટીંગ થતી હોય છે જેનુ નામ પ્રોગ્રેસ એલાયન્સ છે જે સુરત શહેરની સંસ્થા છે અને જુલાઈ-૨૦૨૫ માં રાજકોટ ગોંડલ રોડ ગુરૂકુળ ખાતે પ્રોગ્રેસ એલાયન્સની મીટીંગ થયેલ હતી ત્યારે મારી મુલાકાત (૧) વિજયભાઈ ગઢીયા રહે. કળતી ઓનેલા આસ્થા રેસીડેન્સી પાસે રાજકોટ તથા (૨) સાગર પાનસુરીયા રહે.રાજકોટ તથા (૩) સંજય કરથીયા રહે. રાજ કોટ તથા (૪) ભાવેશભાઈ સેલડીયા રહે. આસ્થા રેસીડેન્સીની બાજુમાં રાજકોટ સાથે થઇ હતી.
ત્યારબાદ આજથી આશરે આઠેક મહિના પહેલા સુરત શહેરમાં ઓમ કોમ્યુનીટી નામની કંપની હતી તેમાં મેં રોકાણ કર્યુ હતું. આ વાત વિજયભાઇને જણાવતા આશરે આઠેક વર્ષથી જૂની આ કંપનીમાં ેમણે રોકાણ કરવાની ઇચ્છા દર્શાવતા મેં કંપનીની લીંક મોકલી હતી. તેમાં તમારે તમારુ એકાઉન્ટ બનાવવાનુ રહેશે અને તેમાં તમારા મોબાઇલ નંબર અને આઈ.પી. એડ્રેસમાંથી તમારૂ એકાઉન્ટ બનશે. તેમ વાત કરેલી જેથી વિજયભાઇએ મને રોકડા રૂ.૯૨,૦૦૦/- આપેલા અને મે સુરતની સં સ્થામાં આ રૂપિયા જમા કરાવ્યા હતા વિજયભાઈએ બનાવેલ એકાઉન્ટમાં જમા થયેલ હતા આજથી આશરે જાન્યુઆરી-૨૦૨૬ માં આ કંપની બંધ થઈ હતી અને સુરતમાં આ બનાવ બાબતે પોલીસમાં ફરીયાદ પણ થઇ હતી. ત્યારબાદ વિજયભાઈ અવાર નવાર ફોન કરી રૂ.૯૨,૦૦૦/- મારી પાસે ઉઘરાણી કરતા હતા જેથી મેં વિજયભાઈને જણાવેલ કે તમે તમારી ઇચ્છાથી રોકાણ કર્યુ હતુ. કંપની બંધ થઇ ગઇ તેના માટે હું જવાબદાર નથી.
ત્યારબાદ તા.૦૯/૦૩/૨૦૨૬ ના રોજ રાતના હુ તથા મારા મમ્મી વિજયાબેન તથા પપ્પા વલ્લભભાઈ તથા મારા પત્નિ દિવ્યાબેન એ રીતેના ઘરે હાજર હતા ત્યારે રાતના આશરે સવા અગીયારેક વાગ્યાના અરસામાં મારા ઘરે (૧) વિજયભાઇ ગઢીયા તથા તેમના પત્નિ તથા (૨) સાગર પાનસુરીયા તથા તેમના પત્નિ તથા (૩) સંજય કરથીયા તથા (૪) ભાવેશભા ઇ સેલડીયા તથા એક બહેન તથા નાના બાળકો એ રીતેના બધા મારા ઘરે આવેલા અને સાગરભાઈ પાનસુરીયા તથા વિ જયભાઈના પત્નિ જેનુ નામ મને આવડતુ નથી ને તથા વિજયભાઈ તથા ભાવેશભાઈ મારા તથા મારા પરીવારના સભ્યો સાથે બોલાચાલી કરવા લાગેલા અને ભાવેશભાઈ જતા જતા મને ધમકી આપેલ કે તેને હવે હુ જોઈ લઈશ જેથી મે ૧૧૨ નંબર ઉપર ફોન કરી પોલીસની ગાડી બોલાવતા આ બધા ત્યાથી ભાગી ગયેલ હતા.
તા.૧૦/૦૩/૨૦૨૬ ના રોજ ફરીથી વિજયભાઈના ફોન નં. ૯૯૦૯૯૫૬૧૬૬ ઉપરથી મારા મો.નં. ૯૪૨૮૦૩૬૧૦૧ ઉપર ફોન આવેલો અને વિજયભાઈના ફોનમાંથી ભાવેશભાઈએ મારી સાથે વાત કરેલી અને મને કહેલ કે તુ કયા છો તુ અમારી પાસે આવ, નહિતર તુ જ્યાં હોય ત્યાં અમે આવીએ. જેથી મે ભાવેશભાઈને જણાવેલ કે કાલે હુ તમારી ઓફીસે આવીશ પરંતુ ભાવેશભાઇએ કહેલ તુ અત્યારે જ આવ. તેમ કહી ગાળો દેવા લાગેલ જે અંગે મે બાબતે અરજી કરેલ હતી અને આજરોજ આ બનાવ બાબતે ફરીયાદ કરવા માટે આવેલ છુ.
(3:28 PM IST)










