News of Monday, 13th April 2026
કાલે આંબેડકરજીની જન્મજયંતિઃ મહામાનવ નગરયાત્રા
શૈક્ષણિક જાગૃતિ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા દૂર કરવાનો પ્રયાસ, દરેક વિસ્તારમાં દીકરીઓ દ્વારા નગરયાત્રાનું સ્વાગત થશે

રાજકોટઃ આત્મન યુવા ગૃપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩પ મી જન્મજયંતિ નિમિતે ‘‘મહામાનવ નગરયાત્રા'' નું જાજરમાન આયોજન કરેલ છે
આ પદયાત્રા તા. ૧૪ મી એપ્રિલ સાંજે ડો. આંબેડકર ભવન દાસીજીવણપરા થી શરૂ અતિથિ ચોક, પર્ણકૂટી સો, દેવનગર, ચામુંડા નગર, લક્ષ્મી સોસાયટી, મેઘમાયા નગર, ડો. આંબેડકર ચોક, રાજનગર, નાના મવા મેઇન રોડ, લક્ષ્મીનગર, અંડર બ્રિજ ચોકમાં થી આંબેડકર ભવન ખાતે પૂર્ણ થશે નગરજનો સુધી ભારતરત્ન ડો. બાબા સાહેબ આંબેડકરના વિચારો પહોંચાડવા તેમજ શૈક્ષણિક જાગૃતિ, વ્યસન મુકિત અને અંધશ્રધ્ધા નિર્મૂલન વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહયાનું યાદીમાં જણાવાયું છે. આરજે મિત અને યોગરાજસિંહ ચુડાસમાના હસ્તે નગરયાત્રાનો પ્રારંભ થશે, દરેક વિસ્તારમાં દીકરીઓ દ્વારા પદયાત્રાનું સ્વાગત કરશે, તેઓને શૈક્ષણિક કીટ અપાશે.
આયોજનમાં સુમેધ તથાગત મો. ૯૮૨૫૬ ૭૦૧૬૬, અમીતભાઇ રાઠોડ, ચેતનભાઇ અલગોતર, ભાર્ગવ પરમાર, ઉદય સોલંકી, મયંક રાઠોડ, દિનેશભાઇ સોલંકી, મહેન્દ્રભાઇ પરમાર, વિશાલ પારધી જોડાયા છે. (તસ્વીર અભિજીત બગથરીયા)
(3:28 PM IST)










