<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

રાજકોટમાં ભાજપનું શક્‍તિ પ્રદર્શન : ‘જનસેવા સંકલ્‍પ' સાથે જગદીશ વિશ્વકર્માએ કરાવ્‍યો ચૂંટણી પ્રચારનો પ્રારંભ, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

બહુમાળી ભવન ચોક ખાતે હજારો કાર્યકર્તાઓએ લીધા જનસેવાના શપથઃ ટિકિટ વિતરણ બાદની નારાજગી દૂર કરવા પ્રદેશ પ્રમુખનું ડેમેજ કંટ્રોલઃ ૧૫ મહાનગરોમાં એકસાથે અભિયાન છેડી બુથ સ્‍તરે રણનીતિ ઘડાઈ

રાજકોટ, તા. ૧૩ :  રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ આક્રમક પ્રચારની શરૂઆત કરી દીધી છે. શહેર ભાજપ દ્વારા આયોજિત ‘જનસેવા સંકલ્‍પ' કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ગઇકાલે રાજકોટમાં ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે સ્‍વાગત પુષ્‍પગુચ્‍છને બદલે અભ્‍યાસના પુસ્‍તકો દ્વારા કરવામાં આવ્‍યું હતું, જે પાછળથી જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે. બહુમાળી ભવન ચોક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે, વિપક્ષી નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ પ્રજા વચ્‍ચે દેખાય છે, જ્‍યારે ભાજપનો કાર્યકર પાંચ વર્ષના વિકાસનો હિસાબ લઈને પ્રજા પાસે જાય છે.

મહાનગરપાલિકામાં ટિકિટ વિતરણ બાદ ઉભી થયેલી નારાજગીને શાંત કરવા માટે આ કાર્યક્રમ એક મહત્‍વનું માધ્‍યમ બન્‍યો હતો. જગદીશ વિશ્વકર્માએ ધારાસભા મુજબ નારાજ કાર્યકરો અને નેતાઓ સાથે મુલાકાત કરી હતી. કાર્યક્રમમાં ગોવિંદ પટેલ અને નીતિન ભારદ્વાજ જેવા જૂના જોગીઓની ઉપસ્‍થિતિએ પક્ષમાં એકતાનો સંદેશ આપ્‍યો હતો. પ્રદેશ પ્રમુખે હજારો કાર્યકર્તાઓને જનસેવાનો સામૂહિક સંકલ્‍પ લેવડાવ્‍યો હતો, જેમાં નાગરિક કર્તવ્‍ય અને બંધારણીય નિયમોને અનુસરવાની નેમ વ્‍યક્‍ત કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ આયોજનને એક નવો પ્રયોગ ગણાવી કાર્યકર્તાઓને ઁદેવથી દુર્લભઁ ગણાવ્‍યા હતા.

ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓ સહિતની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓનો જંગ તેજ બન્‍યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રવિવાર, ૧૨ એપ્રિલના રોજ તમામ મહાનગરોમાં એકસાથે ‘જનસેવા સંકલ્‍પ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. રાજકોટ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં પ્રદેશ અધ્‍યક્ષ જગદીશ વિશ્વકર્માએ ખાસ ઉપસ્‍થિતિ રહીને તમામ ઉમેદવારોને જનસેવા માટે સમર્પિત રહેવાના શપથ લેવડાવ્‍યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન ભાજપના તમામ ઉમેદવારોએ જાહેર જીવનમાં નૈતિકતા જાળવવા, બંધારણ અને કાયદા પ્રત્‍યે અતૂટ આસ્‍થા રાખવા તેમજ પંડિત દિનદયાળ ઉપાધ્‍યાયના અંત્‍યોદયના વિચારને વરેલા રહીને કાર્ય કરવાની ગંભીરતાપૂર્વક પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી હતી. ઉમેદવારોએ નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વ હેઠળની વિકાસવાદી રાજનીતિ અને ભારતીય સંસ્‍કળતિના મૂલ્‍યોને સ્‍વીકારીને ઙ્કએક ભારત શ્રેષ્ઠ ભારતઙ્ઘ ના સ્‍વપ્નને સાકાર કરવા તથા ઙ્કનાગરિક દેવો ભવઃઙ્ઘ ના મંત્ર સાથે જનતાના હિતને સર્વોપરી ગણી કાર્ય કરવાનો નિર્ધાર કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના ગૌરવ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે સક્રિય યોગદાન આપવાનો પણ સંકલ્‍પ લેવાયો હતો.

કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતને વિકાસની જે ભેટ આપી છે, તેને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સતત આગળ ધપાવી રહ્યા છે. રાજ્‍યના તમામ પ્રજાસેવકો કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની જનકલ્‍યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા કટિબદ્ધ છે. તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા ઉમેર્યું હતું કે, ભાજપનો કાર્યકર્તા ૫૦ હજાર બુથમાં હરહમેંશ સેવાના કાર્યો સાથે સક્રિય હોય છે, જ્‍યારે વિપક્ષી નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ પ્રજા વચ્‍ચે દેખાય છે અને ચૂંટણી પૂર્ણ થતા જ અદ્રશ્‍ય થઈ જાય છે. ગુજરાતની જનતા આ તફાવત સારી રીતે જાણે છે અને આગામી ચૂંટણીમાં પણ વિકાસને જનસમર્થન આપી ભાજપને જંગી વિજય અપાવશે તેવો વિશ્વાસ તેમણે વ્‍યક્‍ત કર્યો હતો.

રાજકોટના આ કાર્યક્રમમાં રાજ્‍યસભા સાંસદ રામ મોકરિયા, મહાનગર અધ્‍યક્ષ માધવ દવે, ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, ભરત બોઘરા સહિતના ધારાસભ્‍યો, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ‘જનસેવા એ જ પ્રભુ સેવા' ના મંત્રને આત્‍મસાત કરી ભાજપના ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં જોરશોરથી પ્રચારમાં જોડાશે.

રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડના કુલ ૭૨ ઉમેદવારોની હાજરીમાં ભાજપે પોતાની જીતનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે. માધવ દવેએ જણાવ્‍યું હતું કે, કાર્યકર્તાઓના સમર્પણના જોરે રાજકોટની તમામ ૭૨ બેઠકો પર ભગવો લહેરાશે. પ્રચાર અભિયાનની વિધિવત શરૂઆત સાથે જ ભાજપ હવે દરેક બુથ પર વિજય મેળવવાની રણનીતિ સાથે મેદાનમાં છે. ચૂંટણીના આ માહોલમાં ભાજપે જનસેવા અને વિકાસના મુદ્દાને આગળ ધરીને વિપક્ષને પછાડવા માટે આક્રમક કમાન સંભાળી લીધી છે.

આ કાર્યક્રમમાં  સંસદ રામભાઇ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, ડો. દર્શિતાશાહ, રમેશ ટીલાળા તથા મહામંત્રીઓ વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, યોગરાજસિંહ, શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશિક ચાવડા, પૂર્વ કોર્પોરેટરો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં.   

  

(3:31 PM IST)