તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 13th April 2026
વોર્ડ નં. ૧ માં પરિવર્તનનો પવનઃ‘રાખો વિશ્વાસ, બદલશું રાજકોટ' ના નારા સાથે કોંગ્રેસ મેદાનમાં
ઉમેદવાર સોનીયાબેન રાવલ, જલ્પાબેન ગોહેલ, હિતેન્દ્રસિંહ ચુડાસમા અને રમેશભાઈ જુંજાની મજબૂત પેનલ

રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વોર્ડ નં. ૧ માં કોંગ્રેસે શિક્ષિત, અનુભવી અને જનતા સાથે સીધો નાતો ધરાવતા ચાર જોમવંતા ઉમેદવારોની પેનલ ઉતારી છે. ‘રાખો વિશ્વાસ, બદલશું રાજકોટ'ના નારા સાથે આ પેનલે મતદારો પાસે સહકારનો હાથ લંબાવ્યો છે.
કોંગ્રેસની આ પેનલમાં કાયદાના તાાતક એવા સોનિયાબેન અંકુર રાવલ અને છેલ્લા બે દાયકાથી લોકોની વચ્ચે રહી સામાજિક કાર્યો કરતા જલ્પાબેન શૈલેષભાઈ ગોહેલ (દરજી) મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સોનિયાબેન માનવાધિકાર અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, જ્યારે જલ્પાબેનનો પરિવાર પણ અનેક સેવાકીય પ્રવળતિઓ અને ઓબીસી સમાજના ઉત્કર્ષ માટે જાણીતા છે.
પેનલના અન્ય ઉમેદવાર હિતેન્દ્રસિંહ બળવંતસિંહ ચુડાસમા (રિતુભા) પૂર્વ ચેરમેન તરીકેનો વહીવટી અનુભવ ધરાવે છે અને યુવાનોમાં લોકપ્રિય છે. તેમની સાથે ભરવાડ સમાજના અગ્રણી અને રવેચી ટ્રસ્ટના ચેરમેન રમેશભાઈ તેજાભાઈ જુંજા મેદાનમાં છે, જેઓ છેલ્લા ૧૫ વર્ષથી ગોપાલક સમુહલગ્ન સમિતિમાં અવિરત સેવા આપી રહ્યા છે.
કોંગી આગેવાનોએ જણાવેલ કે જો અમે ચૂંટાઇ આવી શું તો વિસ્તારની તમામ સૂચિત સોસાયટીઓને રેગ્યુલાઈઝડ કરાવવાની પ્રાથમિકતા, ૨૪ કલાક પાણી, નવી ડ્રેનેજ લાઈન અને સ્ટ્રીટ લાઈટની સુવિધામાં વધારો, સરકારી દાખલાઓ, આધાર અને પાન કાર્ડની સુધારા પ્રક્રિયા માટે ૨૪ કલાક ધમધમતું જનસંપર્ક કાર્યાલય ધમધમતું રહેશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વોર્ડ નં.૧ના કોંગી ઉમેદવારોહિતેન્દ્રસિંહ ચુડાસમા મો. ૯૮૨૫૦ ૭૭૯૯૯, રમેશભાઇ જુંજા-૯૯૨૪૧ ૦૩૮૩૫, સોનિયાબેન રાવલ-એડવોકેટ- ૯૮૨૫૨ ૭૪૨૭૪, જલ્પાબેન ગોહિલ- ૭૦૪૬૭ ૨૨૨૨૨ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:39 PM IST)










