હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રવિવારે મહિલા હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસના સ્ટેન્ડઅપ કોમેડી શોનું પ્રિમીયર : પુસ્તક ‘લાફટર ડોઝ'નું વિમોચન
હાસ્યની નવી પેઢીને સ્પર્ધક નહી સાથી માનનારા સાંઇરામ દવેની નવી પહેલ : શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા આયોજન : કાર્યક્રમ નિઃશુલ્ક પણ રજીસ્ટ્રેશન કરાવી પાસ મેળવી લેવા સંસ્થાનો અનુરોધ

રાજકોટ : ગુજરાતના પ્રખ્યાત હાસ્યકલાકાર લોકસાહિત્યકાર સાંઈરામ દવે પોતાના શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા હંમેશાથી લોકોને કંઈક અવનવું પિરસતા આવ્યા છે. આગામી તારીખ ૧૯ એપ્રિલ, રવિવારે શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા એક અનોખા પુસ્તક વિમોચન અને સ્ટેન્ડ અપ કોમેડી શો રવિવારે છે.
વ્યવસાયે તબીબ અને શ્રોતાઓની નાડ પારખનારા ગુજરાતના પ્રથમ મહિલા હાસ્યકલાકાર ડો. અવની વ્યાસના પ્રથમ પુસ્તક લાફ્ટર ડોઝ અને પ્રથમ કોન્સેપ્યુયલ શો લાફ્ટર ડોઝનો પ્રિમીયર શો હેમુગઢવી હોલ ખાતે યોજાશે.
સાંઇરામ દવે તેમજ શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન હંમેશાથી નવી પેઢીના કલાકારોને આવકારી તેમને એક નવું પ્લેટફોર્મ આપવા માટે તત્પરતા દાખવે છે. જેના ભાગરુપે શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન ગુજરાતનું હાસ્ય તંદુરસ્ત રહે તેવા પ્રયત્નો કરનારા ડો. અવની વ્યાસના પ્રથમ કોન્સેપ્યુઅલ શો લાફ્ટર શોનું પોતાના આંગણે પ્રિમીયર શો યોજી રહ્યા છે. સાથે જ ડો. અવની દ્વારા લખાયેલા પ્રથમ પુસ્તક લાફ્ટર ડોઝનું પણ આ તબક્કે વિમોચન થશે.
આ કાર્યક્રમ રાજકોટની જનતા માટે તદ્દન નિઃશુલ્ક હશે પરંતુ રજિસ્ટ્રેશન કરી ડિજીટલ પાસ મેળવવો ફરજિયાત છે. આ કાર્યક્રમનો પાસ મેળવવા માટે https://event.sailaxmifoundation.com/public/campaign/laughter-dose લીંક કલીક કરવાથી મેળવી શકાશે. એક મોબાઇલ નંબર પરથી એક પાસ મળશે તેમ જણાવાયું છે.
અત્યારે સ્ટેન્ડઅપ કોમેડીનો જે પ્રવાહ ચાલી રહ્યો છે એની સામે એક નવો સ્તરીય હાસ્યનો પ્રવાહ આ પ્રોગ્રામમાં હશે, ભરપૂર હાસ્ય, સાહિત્ય અને સંગીતનો ત્રિવેણી સંગમ એટલે આ શો જેનું નામ છે ‘‘લાફટર ડોઝ'' આ ઉપરાંત ભારતની એકમાત્ર પિતા પુત્રીની જોડી જે હાસ્ય સાથે પીરસવાના છે. આ એવો પ્રોગ્રામ છે જેમાં ઝવેરચંદ મેઘાણીથી લઇ જ્હોન જેકોબ, શકીરાથી લઈ સપાખરાની વાતો છે અને બ્લેક હ્યુમરથી લઇ હાઈબ્રો હ્યુમર છે અને સાથે સાથે મ્યુઝિકનો મસાલો પણ છે, એવો એક અદ્દભુત હાસ્યનો થાળ રાજકોટના આંગણે પીરસવાનો છે. દેશ તેમજ વિદેશમાં આ કોન્સેપ્સ્યુલ શો થાય એ પહેલા રાજકોટના આંગણે પ્રિમયર શોનું આયોજન કરેલું છે.
લાફ્ટર નામની દવા કોઈ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી. અમને સરળતાથી આ દવા મળતી નથી. આવા ઘણા બધા ઇમેઇલ મને મળ્યા પછી મેં વિચાર્યું કે લાફ્ટરની દવા તો સરળતાથી મળવી જ જોઈએ અને હાસ્યના ડોક્ટર તરીકે મેં નક્કી કર્યું કે હાસ્યની દવા તો ઘરે ઘરે પહોંચવી જોઈએ અને પછી તૈયાર કરી હાસ્યની દવા પુસ્તક સ્વરૂપે, જેને નામ આપ્યું‘‘લાફ્ટર ડોઝ''. આ પુસ્તકમાં હળવા ફૂલ ૨૪ લેખ છે. આમ તો છેલ્લા ૧૮ વર્ષથી સ્ટેન્ડઅપ હ્યુમરોસોફી કરી રહી છુ એટલે યુમોરોસોકીના ૨-૩ લેખ આ પુસ્તકમાં ટાંકયા છે. આ પુસ્તકમાં પૂજ્ય મોરારીબાપુના આશિર્વચન તેમજ પદ્મશ્રી કવિ તુષાર શુક્લ, માનનીય સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને પ્રખ્યાત લેખક ડો. શરદ ઠાકર તરફથી શુભકામનાઓ પ્રાપ્ત થઈ છે. નવભારત પ્રકાશન તરફથી આ પુસ્તક પ્રકાશિત થયું છે.
શ્રી સાંઈલક્ષ્મી કાઉન્ડેશનના યુવા ચેરમેન અમિત દવેનું માનવું છે કે હવેનો સમય સ્પર્ધાનો નહીં સાથે મળી ગુજરાતની આ વિરાસતને જન જન સુધી લઈ જવાનો છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે લોક સાહિત્કાર સાંઇરામ દવે, હાસ્ય કલાકાર ડૉ. અવની વ્યાસ, અંકુરભાઇ અને જીતુભાઇ વ્યાસ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)










