<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓનો પ્રથમ દીક્ષાંત સમારોહ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને આવકારતા રામભાઈ મોકરીયા

રાજકોટ::રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓનો પ્રથમ દીક્ષાંત સમારોહ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની અધ્યક્ષતામાં યોજાયો હતો.એઇમ્સ હોસ્પિટલમાં આયોજિત આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા ને પ્રાપ્ત થયુ હતું. આ તકે રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિથી સમારોહની ગરિમા વધી છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના

  સ્વાગત અને અભિનંદન કરવાનો અવસર મળ્યો, જે ગર્વ અને સન્માનની વાત છે.એઇમ્સ સંસ્થાનના પ્રથમ સ્નાતક વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવુ છુ. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનુ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ સ્વાગત કર્યું હતું.

(7:07 PM IST)