News of Tuesday, 14th April 2026
સૌરાષ્ટ્રના જાણીતા આર્થોસ્કોપો સર્જન કૌશલ પટેલની અમેરિકા અભ્યાસ માટે પસંદગી
ઇન્ટરનેશનલ લેવલે આ પહેલા સંશોધન પેપર મંજૂર થયાની સિદ્ધિઃ ૧૬ એપ્રિલથી ૨ મે સુધી મિનેસોટા સ્ટેટમાં: રાજકોટ, ગુજરાતના લોકોને એડવાન્સ ટેક્રોલોજીનો લાભ મળશે

રાજકોટ તા.૧૪: અત્રેની ૧૫૦ રિંગ રોડ પર આવેલી શિવ હોસ્પિટલમાં સેવા આપતા સૌરાષ્ટ્રના જાણીતા આર્થિસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરીના નિષ્ણાત સાથે સાંધા ઘૂંટણ અને ખભાની લીગામેન્ટ સર્જરીના નિષ્ણાત ડો.કૌશલ પટેલની આ પ્રકારની સમસ્યાઓ માટે અમેરિકામાં અપાતી એડવાન્સ ટેક્રોલોજી અભ્યાસ માટે પસંદગી થતા તારીખ ૧૬ એપ્રિલ થી બે મે સુધી અમેરિકાના મીનેસોટામાં જશે, ત્યારબાદ તુર્ત વળતા દિવસથી પોતાની સેવાઓ શિવ હોસ્પિટલમાં નવી ટેક્રોલોજી સાથે આપશે.
આ અગાઉ પણ તેમનું ઇન્ટરનેશનલ લેવલે ઉપરોક્ત દર્દો અંગેનું સંશોધન માન્ય રહેલ. તેમને કાયદે આઝમ આરસીસી બેન્કના CEO પુરષોત્તમભાઈ પીપરીયા, વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ ગણાત્રા, જાણીતા કોટન એક્સપોર્ટર કૌશિકભાઈ રૂવાળા, ચેમ્બરના પૂર્વ પ્રમુખ હીરાભાઈ માણેક, લોહાણા અગ્રણી ભૂપેન્દ્રભાઈ કોટક, સુરેશભાઈ પરસાણા સહિત વિશાળ શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવેલ
(10:50 AM IST)










