તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 14th April 2026
રાજકોટની ભાગોળે કારની ઠોકરે ઘવાયેલા જેતપુરના યુવાનનું મોત
રાજકોટ માર્વેલ મોલમાં નોકરી કરતા વિજય મેરણે સારવારમાં દમ તોડયોઃ બે સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા.૧૪: શહેરના મવડી-કણકોટ રોડ પર આવેલા ડ્રિમ સિટી ચોક પાસે ગત ૧૨ એપ્રિલના સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જેતપુરના યુવાને આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો છે.
મળતી માહિતી મુજબ, મૂળ જેતપુરના વતની અને હાલ રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા ‘માર્વેલ મોલ'માં નોકરી કરતા વિજયભાઈ કાળુભાઈ મેરણ (ઉં.વ. ૩૮) ગત રવિવારે સાંજે ૭ વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને મવડી-કણકોટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ડ્રિમ સિટી ચોક પાસે એક પુરપાટ ઝડપે આવતી કારે તેમના બાઈકને જોરદાર હડફેટે લીધું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે વિજયને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
છેલ્લા બે દિવસથી જીવન અને મરણ વચ્ચે જંગ ખેલી રહેલા વિજયે આજે ૧૪ એપ્રિલના રોજ વહેલી સવારે ૦૫:૩૦ કલાકે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.મળતક વિજય બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાનો હતો અને તેને સંતાનમાં એક દીકરો દીકરી છે.
(11:44 AM IST)










