<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

‘‘કે આજા તેરી યાદ આઇ...'' : એકટીવીટી મ્‍યુઝીકલ ગૃપ દ્વારા કાલે સદાબહાર ગીતોનો કરાઓકે કાર્યક્રમ

 

રાજકોટ, તા. ૬ : ‘‘કે આજા તેરી યાદ આઇ... ઓ બાલમ હરજાઇ...'' શીર્ષક તળે એકટીવીટી મ્‍યુઝીકલ ગૃપ દ્વારા કાલે રવિવારે સદાબહાર ગીતોનો મ્‍યુઝીકલ કાર્યક્રમ યોજેલ છે.

સદાબહાર ગીતોમાં ગાયક કલાકાર આર્ટીસ્‍ટ એન્‍ડ સીંગર ચંદ્રેશ ફિચડીયા, દિપકસર ત્રિવેદી, યોગભાઇ પંડયા, મહેશભાઇ આડેસરા, મનોજભાઇ સોની, ચેતનભાઇ પંડયા સંજીવભાઇ વોરા, અનિલભાઇ માવદીયા, નરેન્‍દ્રભાઇ ખખ્‍ખર, રાકેશભાઇ રેૈયારેલા, પ્રબોધભાઇ બક્ષી, પરેશભાઇ ખખ્‍ખર, નિતીનભાઇ ટાંક, કિરીટભાઇ ધોળકીયા, સંજયભાઇ પારેખ, કાશ્‍મીરાબેન રાઠોડ, ગીતા સોની (ગઢવી), વર્ષાબેન બાલચંદાણી, નયનાબેન વ્‍યાસ, કિશ્‍મા નાંઢા વૈશાલી ઠક્કર, તેજલ ભટ્ટી વગેરે અવાજનો જાદૂ પાથરશે.

લેપટોપ ઓપરેટર કમલેશભાઇ ભારદીયા, એ.આર. સાઉન્‍ડ સિસ્‍ટમ આશિષભાઇ રાઠોડ દ્વારા ગાયક કલાકાર ગીતો રજુ કરવામાં આવશે.

‘‘દિપ પ્રાગટય શ્રી વૈભવભાઇ ચોકસી (મંત્રી, ગ્રાહક સુરક્ષા પરિસદ, ગુજરાત રાજય) અશોકભાઇ વાઘેલા (આત્‍મીય ગૃપ), જયેશભાઇ ઉપાધ્‍યાય (બોલબાલા ટ્રસ્‍ટ), સુરેશભાઇ મારુ સાહેબ (Ret. ASI) પૃથ્‍વીરાજસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ વાગડીયા (પ્રમુખ શ્રી સોની યુવા સોશિયલ ટ્રસ્‍ટ રાજકોટ), કિશોરભાઇ ફિચડીયા (રાધે આર્ટ), અશોકભાઇ પારેખ (શ્રીનાથજી જવેલર્સન), નરેન્‍દ્રભાઇ સોરઠીયા (કોઇનમેન), હિમાંશુભાઇ પારેખ (અંકિત ગોલ્‍ડ), મિલનભાઇ સોની (ક્રાઇમ રિપોર્ટર).

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હરેશભાઇ પારેખ, રાજુભાઇ ચાંપાનેરી, કલ્‍પેશભાઇ પારેખ (કે.આર. જવેલર્સ), જયસુખભાઇ પારેખ, સુરેશભાઇ ઝીઝુવાડીયા, ચત્રભુજભાઇ વાગડીયા, ધીરુભાઇ પારેખ (જલ્‍સા), બીનાબેન શેઠ તથા એન્‍જોય ગૃપના તથા ફાલતું ગૃપ તમામ હોદ્દેદારો તથા કારઓકે ગૃપના તમામ મેમ્‍બર ઉપસ્‍થિત રહેશે.

કાલે તા. ૭ રવિવારે રાત્રિના ૮ થી ૧ સુધી હેમુ ગઢવી હોલ, મીની ઓડીટોરીયમ હોલ, ટાગોર રોડ ખાતે યોજાયેલ. આ કાર્યક્રમમાં નિઃશુલ્‍ક પ્રવેશ રાખવામાં આવેલ છે. સંગીતપ્રેમીઓને પધારવા મુખ્‍ય આયોજક ચંદ્રેશભાઇ ફિચડીયા (મો. ૯૯ર૪૦૭૬૯૧૭) અને સહઆયોજક નિશાબેન ભટ્ટીએ અનુરોધ કર્યો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ચંદ્રેશભાઇ ફીચડીયા, નીતીનભાઇ શેઠ, કિરીટભાઇ ધોળકીયા, સુરેશભાઇ ઝીઝુવાડીયા, મનોજભાઇ સોની, નયનાબેન વ્‍યાસ, રૂપાબેન રાઠોડ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:23 PM IST)