<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ગણતરીદાર આવે ત્‍યારે તેમને સેલ્‍ફ એન્‍યુમરેશન આઇ.ડી.આપજો

વસ્‍તી ગણતરી અન્‍વયે મનપાની નગરજનોને અપીલ

રાજકોટ, તા.૬: જનગણના-૨૦૨૭ની કામગીરી અંતર્ગત ગળહ મંત્રાલય દ્વારા તા.૧૭ થી તા.૩૧ મે સુધી લોકો સેલ્‍ફ એન્‍યુમરેશન  કરી શકે તે માટે કેન્‍દ્ર સરકાર દ્વારા વેબસાઈટ “se.census.gov.in” પર વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે, રાજકોટ શહેરના નગરજનો દ્વારા આ વ્‍યવસ્‍થાને બહોળો પ્રતિસાદ આપવામાં આવેલ છે.

જે લોકોએ વેબસાઈટ “se.census.gov.in” પર પોતાનું સેલ્‍ફ એન્‍યુમરેશન કરેલ છે તેવા નાગરિકોને સરકાર દ્વારા જનગણના -૨૦૨૭ના પ્રથમ તબક્કા માટેની તા.૦૧ થી તા.૩૦ જુન સુધીની નિયત કરવામાં આવેલ છે, આ નિયત તારીખ દરમિયાન ગણતરીદાર જયારે આપના ઘરની મુલાકાત લે ત્‍યારે તેઓને સેલ્‍ફ એન્‍યુમરેશન આઈ.ડી.(SE ID) આપવા ખાસ અનુરોધ કરવામાં આવે છે, જેથી આ કામગીરી સુચારુરૂપે અને સમય મર્યાદામાં પૂર્ણ થઇ શકે.

(3:54 PM IST)