તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
બસ પોર્ટમાં એસટી બસની ઠોકરે ધો-૧૦ના છાત્રને ઇજા
માતા, પિતા, ભાઇ સાથે સુરેન્દ્રનગર જવા ઉભો હતો ત્યારે બનાવ

રાજકોટ તા. ૬: નાના મવા રોડ રાજનગર પાસે મેઘમાયાનગર-૩માં રહેતો ઉમીન મહેશભાઇ સોલંકી (ઉ.વ.૧૬) સવારે એસટી બસ પોર્ટમાં પ્લેટફોર્મ નં. ૧૦-૧૧ ઉપર હતો ત્યારે રાજકોટ-મુન્દ્રા રૂટની બસની ઠોકરે આવી જતાં ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયો છે. ઉમીન ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. તેના પિતા મજુરી કરે છે. પોતે માતા દક્ષાબેન, પિતા મહેશભાઇ, ભાઇ ધાર્મિક સાથે સુરેન્દ્રનગર જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
(3:46 PM IST)










