<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ભારતને આર્ટિફસીયલ ઇન્ટેલિજન્સ બાદ હિન્દુત્વ ઇન્ટેલિજન્સ (HI)ની જરૂર:બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી

લેન્ડ જેહાદ, લવ જેહાદ બાદ નવી આવી ફ્રેન્ડ જેહાદ: યુપીની ઘટના તેનું ઉદાહરણ: દક્ષિણ ગુજરાતમાં ઘર વાપસીના કાર્યક્રમનું આયોજન થશે

રાજકોટ:આજે રેસકોર્સ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવેલ કે, રાજકોટવાસીઓને સાધુ વાદ પાઠવ્યો હતો. તેમણે જણાવેલ કે, દેશમાં અખંડતા, એકતા સહિતની વ્યવસ્થામાં રાજકીય પાર્ટીઓની જવાબદારી વધુ છે.જોવુ. હું ધાર્મિક ગુરુ છું, રાજકીય ગુરુ નથી. ભારતમાં ફ્રેન્ડ જેહાદ નવું છે. યુપીના સૂર્યાની ઘટના બની છે તે દોસ્તી જેહાદ હતી. 

દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણ અને લવ જેહાદ ભરપૂર છે. જે માટે અમે સત્તત કાર્ય કરી છીએ એટલે અમને નિશાન બનાવવામાં આવે છે.

જેથી નજીકના ભવિષ્યમાં દક્ષિણ ગુજરાતમાં ઘર વાપસીનું આયોજન કરવા અંગે પણ બાબાએ જણાવ્યું હતું.

ભારતને આર્ટિફિસીયલ ઇન્ટેલિજન્સ બાદ હિન્દુત્વ ઇન્ટેલિજન્સ ની જરૂર છે. જેમાં ગરીબ હિન્દુઓને ધનવાન હિન્દુ મદદ કરે. એચ.આઈ. નો અર્થ છે હિન્દુઓને કામ વધુ આપો. ફેક્ટરી વાળા હિન્દુ અન્ય હિન્દુને રોજગારી આપે. જાતિઓથી ઉપર ઊઠીને હિન્દુ એકતાના સંકલ્પને પૂર્ણ કરો.

(9:20 PM IST)