<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

રાજકોટ લોકમેળોઃ ટુંક સમયમાં નવા સ્‍થળ અંગે ગ્રાન્‍ટ આવશે તો વિચારાશેઃ અન્‍યથા રેસકોર્ષમાં મેળો યોજાશે

 

રાજકોટ, તા.૮: રાજકોટમાં દરવર્ષે રેસકોર્ષના ૭૨ હજાર ચો.મી.ની જગ્‍યા ઉપર લોકમેળો યોજાય છે, પરંતુ ૬ મહિના પહેલા મેળાને અટલ સરોવર પાસે ન્‍યુ રાજકોટમાં લોકમેળો યોજવા ધારાસભ્‍યો તથા અન્‍યોએ માંગણી  કરી હતી, આ પછી કલેકટરે સરકારમાં તે ૧ લાખ ચો.મી. જગ્‍યા સ્‍થળ અને અન્‍ય કામગીરી માટે ૧૭થી ૧૮ કરોડની ગ્રાંટની માંગણી કરી હતી, પરંતુ સરકારે હજુ સુધી ગ્રાંટ મંજૂર કરી નથી.

દરમિયાન રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશે પત્રકારોને જણાવેલ કે હજુ ગ્રાંટ આવી નથી, તેમજ ૧થી ૨ દિવસમાં કે ટુંક સમયમાં ગ્રાંટ આવી જાય તો પણ મંથન કર્યા બાદ, વિચારણા કર્યા બાદ નવા સ્‍થળે મેળો યોજવો શકય છે કેમ તે અંગે વિચારાશે અન્‍યથા આ વર્ષે રેસકોર્ષમાં લોકમેળો થશે,મેળાની ફાઇલની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે, ટુંકસમયમાં મીટીંગ યોજાશે.

(2:21 PM IST)