<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

શહેરને પ્‍લાસ્‍ટીક મુકત બનાવવા કવાયત : સફાઇ ઝુંબેશનો પ્રારંભ

સ્‍વચ્‍છ ગુજરાત, પ્‍લાસ્‍ટીક ફ્રી ગુજરાત અભિયાન હેઠળ ૧૮ વોર્ડમાં સફાઇ અને પ્‍લાસ્‍ટીક વેસ્‍ટ કલેકશન : નાગરિકોને સિંગલ યુથ પ્‍લાસ્‍ટીકનો ત્‍યાગ કરવા અપીલ

રાજકોટ, તા. ૦૮ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત વિકસિત ભારતના સંકલ્‍પને સાકાર કરવા રાજ્‍યભરમાં શરૂ કરાયેલી સ્‍વચ્‍છ ગુજરાત, પ્‍લાસ્‍ટિક ફ્રી ગુજરાત ઝુંબેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરવ્‍યાપી સફાઈ અને પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ કલેક્‍શન અભિયાનનો આજે પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

સ્‍વચ્‍છ ભારત મિશન-અર્બન ગુજરાત દ્વારા તા. ૮ થી ૧૪ જૂન ૨૦૨૬ દરમિયાન યોજાનારી રાજ્‍યવ્‍યાપી ઝુંબેશના ભાગરૂપે રાજકોટ શહેરના તમામ ૧૮ વોર્ડમાં વિશેષ સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. શહેરના મુખ્‍ય માર્ગો, જાહેર સ્‍થળો, બગીચાઓ, બજાર વિસ્‍તારો, શૈક્ષણિક સંસ્‍થાઓ અને રહેણાંક વિસ્‍તારોમાં સફાઈ કામગીરી સાથે પ્‍લાસ્‍ટિક કચરાનું સંગ્રહ કરવામાં આવ્‍યું હતું.

આ અભિયાનમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ, કર્મચારીઓ, સફાઈ કામદારો અને સ્‍થાનિક નાગરિકોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ મળીને જાહેર સ્‍થળોએ પડેલા પ્‍લાસ્‍ટિકના કચરાનું સંકલન કરી સ્‍વચ્‍છ અને સુંદર શહેરના નિર્માણ માટે પોતાનું યોગદાન આપ્‍યું હતું.

ઝુંબેશ દરમિયાન સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકથી થતી પર્યાવરણીય હાનિ, સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત જોખમો અને પ્‍લાસ્‍ટિક કચરાના યોગ્‍ય નિકાલ અંગે નાગરિકોમાં જાગળતિ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્‍યા હતા. લોકોને કાપડની થેલીનો ઉપયોગ કરવા, પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ઘટાડવા તેમજ ઘરઆંગણે ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ કરવા અપીલ કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન શહેરના વિવિધ વિસ્‍તારોમાં પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ કલેક્‍શન, જનજાગળતિ કાર્યક્રમો, શૈક્ષણિક પ્રવળત્તિઓ, રેલીઓ અને શપથવિધિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્‍ય હેતુ પ્‍લાસ્‍ટિક કચરાનું અસરકારક સંચાલન સુનિヘતિ કરવાની સાથે જનભાગીદારી દ્વારા સ્‍વચ્‍છતા પ્રત્‍યે સકારાત્‍મક અભિગમ વિકસાવવાનો અને પ્‍લાસ્‍ટિકમુક્‍ત રાજકોટના નિર્માણ માટે નાગરિકોને સહભાગી બનાવવાનો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને આ અભિયાનમાં સક્રિયપણે જોડાઈ સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ત્‍યાગ કરવા અને સ્‍વચ્‍છ, હરિત તથા પ્‍લાસ્‍ટિક મુક્‍ત રાજકોટના નિર્માણમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

(3:16 PM IST)