<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

શિવાજીનગરમાં ચાલીને જઇ રહેલા સંજયને સંજયએ પાણકો માર્યો

રાજકોટ તા. ૮: દુધ સાગર રોડ પર શિવાજીનગર-૯માં રહતોં સંજયભાઇ જેન્‍તીભાઇ પરમાર (ઉ.વ.૩૦) નામના યુવાનને ઘર પાસે હતો ત્‍યારે સંજય નામના શખ્‍સે પથ્‍થરનો ઘા માથામાં ફટકારી દેતાં લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં  દાખલ કરાયો છે.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને કરી હતી. સંજયભાઇ છુટક મજૂરી કરે છે અને તેને બે સંતાન છે. તેના કહેવા મુજબ હુમલો કરનાર નશામાં હોઇ પોતે ચાલીને જતો હતો ત્‍યારે કારણવગર પાણકો મારી લીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(3:30 PM IST)