<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

બાબા બાગેશ્વરનો મોરે મોરાનો પડકાર સ્‍વીકારતા ડો.પુરૂષોત્તમ પીપરીયા

પ્રેત દરબારમાં નાબાલીક બાળકને ધુણાવી શકાય નહી, શું આપણે બાળકોને તાંત્રીક બનાવવા છે ? પુરૂષોત્તમ પીપરીયા

રાજકોટઃ જાગૃત નાગરિક અને વ્‍હીસલ બ્‍લોઅર ડો. પુરુષોત્તમ પીપરીયા દ્વારા રાજકોટ શહેર ખાતે તા.૦૫. ૦૬ અને ૦૭ જૂન ૨૦૨૬ દરમ્‍યાન ધીરેન્‍દ્ર કૃષ્‍ણ શાષી (બાબા બાગેશ્વર ધામ) દ્વારા યોજાયેલ ધાર્મિક કથા અને તેમાં ચાલતા 'દિવ્‍ય દરબાર/ પ્રેત દરબાર'નો સખત વિરોધ કરવામાં આવ્‍યો હતો.

તાજેતરમાં બાબા બાગેશ્વર દ્વારા ‘મોરે મોરો' શબ્‍દોનો ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો હતો, જેના પ્રત્‍યાઘાત રૂપે ડો. પુરુષોત્તમ પીપરીયાએ સોશિયલ મીડિયા પર ટ્‍વિટ કરીને બાબાને સીધો પડકાર ફેંક્‍યો હતો. ડો. પીપરીયાએ ટ્‍વિટમાં સ્‍પષ્ટપણે જણાવ્‍યું હતું કે, તાકાત હોય તો તેમની પસંદગીની મીડીયા હાઉસમાં મોરે મોરાની ચેલેન્‍જ આપે, ડાઈપર બગાડી ના નાખું તો કહેજો તેમ કહીને પડકાર સ્‍વીકારેલ છે.

ગઇકાલે પ્રેત દરબારમાં ડાકીની, શાકીની, પીસાચીઓને આમંત્રીત કરી ધુણાવવામાં આવેલ અને ડાકીની, શાકીનીઓ દ્વારા પત્રકારો ઉપર હુમલા કરવામાં તેવા અનેક વિડીયો સોશ્‍યલ મીડીયામાં વાઇરલ થયા છે. ચિતાની બાબતો એ છે કે જ્‍યારે એક નાબાલીક બાળકને ધુણાવીને બાબા શું સાબિત કરવા માંગે છે ? શું આપણે આપણા બાળકોને તાંત્રીક બનાવવા છે કે વૈજ્ઞાનિક તેવો વૈધક પ્રશ્નો પુરૂષોત્તમ પીપરીયો ઉઠાવ્‍યો હતો.

આયોજકો દ્વારા જાહેર મીડિયાના માધ્‍યમથી ડો. પુરુષોત્તમ પીપરીયાને રૂબરૂ દરબારમાં હાજર રહેવા માટે પડકાર ફેંકવામાં આવ્‍યો હતો, જેને ડો. પીપરીયાએ એક જવાબદાર નાગરિક તરીકે હિમતભર સ્‍વીકાર્યો હતો. આ પડકારના ભાગરૂપે તેમણે અંધશ્રદ્ધા ફેલાવતા ‘દિવ્‍ય/પ્રેત દરબાર'ને રદ કરવા અને રક્ષણ માટેલેખિતમાં પોલીસ તંત્રને અરજી કરી હતી.

આ અરજીની પ્રક્રિયા નિર્ણાયાધીન હોવા છતાં, ડો. પુરુષોત્તમ પીપરીયાએ પોતાના સામાજિક ઉત્તરદાયિત્‍વ અને નૈતિક નિષ્ઠાના ભાગરૂપે. પોલીસ પ્રોટેક્‍શનની પ્રતીક્ષા કર્યા વિના જ ગઈકાલે રવિવાર, તા. ૦૭/૦૬/૨૦૨૬ ના રોજ સાંજે ૭:૩૦ વાગ્‍યે પોતાના નિવાસસ્‍થાન 'બિલીપત્ર' થી રેસકોર્સ ગ્રાઉન્‍ડ ખાતે યોજાનાર દિવ્‍ય દરબારમાં પહોંચવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો. જો કે, તેઓ જેવી ઘરની બહાર નીકળ્‍યા કે તરત જ સાદા વેશમાં આવેલ પોલીસે વ્‍હીસલ બ્‍લોઅર ડો. પુરુષોત્તમ પીપરીયાની અટકાયત કરેલ હતી અને તેમને એ-ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્‍યા હતા. પોલીસે કાયદો અને વ્‍યવસ્‍થાના ભંગનું બહાનું ધરીને આ કાર્યવાહી કરી હતી, ત્‍યારે ડો. પીપરીયાએ દલીલ કરી હતી કે, ‘અંધશ્રદ્ધા ફેલાવનારને પોલીસ પ્રોટેક્‍શન પૂરું પાડવામાં આવે છે, પરંતુ એક વ્‍હીસલ બ્‍લોઅર તરીકે મને ત્‍યાં જવા દેવાની છૂટ આપવામાં ન આવે તે સ્‍પષ્ટ અન્‍યાય છે. વધુમાં, ડો. પીપરીયાએ આક્ષેપ કર્યો હતો કે કથા સમિતિના દબાણ હેઠળ પોલીસે તેમની અટકાયત કરી છે, જે સમિતિની ડરપોક વૃત્તિને ઉજાગર કરે છે.

જ્‍યારે આયોજકો પોતે ડો.પીપરીયાને પડકાર ફેંકી રહ્યા હતા, તો પછી કયા કારણોસર અને કોના દબાણ હેઠળ તેમને દરબારમાં જતા અટકાવવામાં આવ્‍યા? શું આ અટકાયત માત્ર વહીવટી કાર્યવાહી હતી કે પછી આ આયોજન પાછળ રહેલી 'બાબા બાગેશ્વર સમિતિ'નું કોઈ ગૂઢ દબાણ હતું. જે સત્‍યને લોકો સામે આવતા રોકવા માંગતું હતું? એક તરફ જાહેરમાં પડકારો ફેંકવામાં આવે છે અને બીજી તરફ જ્‍યારે વિરોધ કરનાર હાજર થવા માંગે છે. ત્‍યારે તેમની અટકાયત કરવામાં આવે છે - આ સ્‍થિતિ બાબા બાગેશ્વરના કાર્યક્રમોની વિશ્વસનીયતા અને તંત્રની નિષ્‍પક્ષતા સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

અત્‍યંત આヘર્યજનક અને દુઃખદ બાબત એ છે કે, જે તંત્ર નાગરિકોને સુરક્ષા આપવા માટે બંધાયેલું છે. તેની હાજરીમાં જ ગઈકાલે બાબા બાગેશ્વરના ‘દિવ્‍ય દરબાર' અને ‘પ્રેત દરબાર'ના નામે ગંભીર અંધશ્રદ્ધાનો ખેલ ખેલાયો હતો.

મંચ પરથી ચિઠ્ઠી-ચબરખીના માધ્‍યમથી લોકોની અંગત વિગતો જાહેર કરીને દૈવી ચમત્‍કાર હોવાનો ભ્રમ ઊભો કરવામાં આવ્‍યો, જે માત્ર એક સુનિયોજિત જાદુગીરી અને ભ્રામક પ્રપંચ સિવાય બીજું કંઈ જ નથી. સૌથી ગંભીર બાબત તો એ છે કે, કોઈપણ પ્રકારની તબીબી કે વૈજ્ઞાનિક ડિગ્રી ન હોવા છતાં, મંત્રો, ભસ્‍મ કે જાદુઈ વિધિઓના નામે કેન્‍સર, લકવો અને હૃદયરોગ જેવી જીવલેણ બીમારીઓ મટાડવાના ગેરકાયદેસર અને જોખમી દાવાઓ જાહેરમાં કરવામાં આવ્‍યા હતા. એટલું જ નહીં, 'પ્રેત દરબાર'ના નામે દર્દીઓના શરીરમાં ભૂત-પિશાય હોવાનો દાવો કરી, અબળા ષીઓને ડાકણ જાહેર કરીને તેમને શારીરિક યાતનાઓ આપવા અને ધૂણાવવા મજબૂર કરવાના માનવતા વિરોધી કૃત્‍યો થયા હતા. આ પ્રકારના અંધશ્રદ્ધાળુ અને અમાનવીય કૃત્‍યો દ્વારા ભોળી જનતામાં દૈવી કોપનો ભય ફેલાવી, આર્થિક દાન અને ભેટ-સોગાદો પડાવવાનું ષડયંત્ર ખુલ્‍લેઆમ આચરવામાં આવ્‍યું હતું, જે સ્‍પષ્ટપણે દેશના કાયદાઓ અને બંધારણીય મૂલ્‍યોનું ઉલ્‍લંઘન છે.

ડો.પીપરીયાએ સ્‍પષ્ટપણે જણાવ્‍યું છે કે ભારત એક બિનસાંપ્રદાયિક અને બંધારણીય મૂલ્‍યો આધારિત દેશ છે, જ્‍યાં દરેક નાગરિકને ધાર્મિક સ્‍વતંત્રતા પ્રાપ્ત છે. પરંતુ બંધારણના અનુચ્‍છેદ 51A(h) મુજબ સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો એ નાગરિક અને તંત્ર બંનેની ફરજ છે. તેમની સવિનય રજૂઆત છે કે સનાતન પરંપરાની હનુમંત કથા યોજવામાં આવે તેની સામે તેમનો કોઈ જ વિરોધ નથી. પરંતુ ધર્મના નામે જે ઢોંગ-ધતિગ અને અંધશ્રદ્ધા ફેલાવવાનું ષડયંત્ર રચાય છે, તેની સામે તેમનો સખત વિરોધ છે.

આ કૃત્‍યો સ્‍પષ્ટપણે કાયદાકીય જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો સરેઆમ ભંગ કરે છે. ગુજરાત માનવબલિ અને અધોરી પ્રથા વિરોધી કાયદો-૨૦૨૪ ની કલમ ૩ મુજબ અલૌકિક શક્‍તિઓના દાવા કરી ડરાવવા અને છેતરવા બદલ ૭ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ડ્રગ્‍સ એન્‍ડ મેજિક રેમેડીઝ એક્‍ટ, ૧૯૫૪ ની કલમ ૩, ૪ અને ૫ મુજબ મંત્ર-તાવીજ દ્વારા ૫૪ જેટલા શિડયુલ્‍ડ રોગો મટાડવાનો દાવો કરવો ગુનો છે, જે અંતર્ગત અગાઉ ફગ્‍ઝલ્‍ખ્‍ દ્વારા ન્‍યૂઝ ૧૮ ચેનલને ધીરેન્‍દ્ર શાષીનો ભ્રામક ઇન્‍ટરવ્‍યુ હટાવવા આદેશ કરાયો હતો.

ભારતીય ન્‍યાય સંહિતા (BNS). ૨૦૨૩ ની કલમ ૩૫૪ મુજબ દૈવી નારાજગીનો ડર બતાવવો અને કલમ ૩૧૮(૪) હેઠળ અલૌકિક શક્‍તિઓના નામે આર્થિક છેતરપિડી કરવી સ્‍પષ્ટ ગુનો બને છે. ડો. પીપરીયાએ ઇન્‍ડિયન મેડિકલ એસોસિએશન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્‍ડિયા માં જસ્‍ટિસ અભય એસ.ઓકાની બેન્‍ચના નિર્દેશો. સબરીમાલા ૯-જજોની ખંડપીઠમાં CJI નું અવલોકન, મુંબઈ હાઈકોર્ટનો રાજેન્‍દ્ર ગણપતરાવ અંભોરે કેસ અને સુપ્રીમ કોર્ટનો સુશીલ મુર્મુ વિરુદ્ધ સ્‍ટેટ ઓફ ઝારખંડ કેસ ટાંકીને પોલીસ તંત્રને સુઓમોટો કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

ડો.પીપરીયાએ રજૂઆતમાં બાબાને સીધો પડકાર ફેંક્‍યો છે કે, જો બાબા ચિઠ્ઠી કાઢીને ભવિષ્‍યવાણી કરતા હોય, તો રાજકોટના મોહિલ મોરીધરા નામના બાળકનું આજથી ૨૮ સાલની આસપાસના સમયમાં અપહરણ થયેલ છે, જેનો આજ સુધી અતોપતો નથી. તો બાબા ચિઠ્ઠી કાઢીને બતાવે કે મોહિલ મોરીધરા ક્‍યાં છે અને કોણે અપહરણ કર્યું હતું. જેથી પોલીસ અને પરિવારને મદદ મળે. અંધશ્રદ્ધાનો વિરોધ કરવાને કારણે ડો. પીપરીયાને ધર્મઝનૂની તત્‍વો દ્વારા સોશિયલ મીડિયામાં ધમકીઓ પણ મળી રહી છે.

અંતમાં ડો. પુરુષોત્તમ પીપરીયાએ એક જવાબદાર વ્‍હીસલ બ્‍લોઅર તરીકે પુનરોચ્‍ચાર કર્યો છે કે, તેમની લડત કોઈ ચોક્કસ વ્‍યક્‍તિ કે ધર્મ વિરુદ્ધ નથી, પરંતુ ધર્મના નામે આચરવામાં આવતા ઢોંગ, છેતરપિંડી અને અંધશ્રદ્ધા વિરુદ્ધ છે. બંધારણીય મૂલ્‍યો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જળવાઈ રહે તે સામાજિક જવાબદારી છે, જેનું પાલન કરવું વહીવટીતંત્ર માટે પણ અનિવાર્ય છે. ડો. પીપરીયાએ વહીવટીતંત્ર સમક્ષ આકરા શબ્‍દોમાં માંગણી કરી છે કે. સનાતનના નામે અંધશ્રદ્ધા અને વહેમનું ઝેર ફેલાવતા ‘દિવ્‍ય દરબાર' તેમજ ‘પ્રેત દરબાર' જેવા કાર્યક્રમો પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે અને આવા કાર્યક્રમોની આગામી પરવાનગીઓ ભવિષ્‍યમાંરદ કરવામાં આવે.

(3:33 PM IST)