<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

પત્‍નિનો પ્રેમી કિશન ટોમી લઇ મારવા દોડતાં વિપુલે ડરીને રાંદરડા તળાવમાં ઝંપલાવી દીધુ'તું: કિશન સામે ગુનો

યુવરાજનગરના યુવાનને માર મારી તળાવમાં ફેંકી દીધાના આક્ષેપો બાદ સાચી હકિકત સામે આવી વિપુલની પત્‍નિ પાયલને અન્‍ય સાથે લફરૂ થતાં ઝઘડો થતાં તે માંડા ડુંગર પાસે માતાના ઘરે રિસામણે છેઃ અહિ તેને વધુ એક શખ્‍સ કિશન સાથે આડોસંબંધ બંધાતા વિપુલ અને કિશન વચ્‍ચે ડખ્‍ખો થયો હતોઃ આજીડેમ પોલીસે મૃતકના માતા રંજનબેન રાઠોડની ફરિયાદ નોંધી મૃતકના સાસુ કૈલાસબેન ઉર્ફે લાલની રાણીએ મૃતકના ભાઇને ફોન કરી ઘટનાની હકિકત જણાવી હતી

રાજકોટ તા. ૯: શહેરના યુવરાનજનગરમાં રહેતાં યુવાનની રાંદરડા તળાવમાંથી લાશ મળી આવતાં માતા, બહેન સહિતે આ યુવાનને માર મારી હત્‍યા કરી લાશ તળાવમાં ફેંકી દેવામાં આવ્‍યાના આક્ષેપો કર્યા હતાં. દરમિયાન પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આ યુવાનની પત્‍નિને તેના કુટુંબી માસીના દિકરા સાથે આડાસંબંધ હોઇ આ કારણે માસીનો દિકરો લોખંડની ટોમી લઇ મારવા દોડતાં યુવાન જાતે તળાવમાં કૂદી જતાં મોત થયાનું ખુલતાં આ શખ્‍સ સામે આપઘાતની ફરજ પાડયાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે યુવરાજનગર-૭માં રામાપીરના મંદિર પાસે રહેતા઼ મુળ ચોટીલાના રામપરાના રંજનબેન ભરતભાઇ રાઠોડ (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી સાગરનગર-૫માં રહેતાં કિશન ટપુભાઇ સોલંકી વિરૂધ્‍ધ રંજનબેનના દિકરા વિપુલ રાઠોડ (ઉ.વ.૨૬)ને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદમાં જણાવ્‍યા અનુસાર મળતક વિપુલ રાઠોડે આશરે છ વર્ષ પહેલાં પાયલ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન તેઓને પાંચ વર્ષની દીકરી જેનીશા અને ત્રણ વર્ષનો દીકરો હેતાંશ છે. પણ પાયલને અગાઉ અન્‍ય એક યુવક સાથે પ્રેમસંબંધ હોઇ પતિ-પત્‍નિ વચ્‍ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ કારણે પાયલ છેલ્લા દોઢ વર્ષથી રીસામણે તેના માવતરે રહેતી હતી. તે દરમિયાન પાયલને તેના કુટુંબી માસીના દીકરા કિશન ટપુભાઈ સોલંકી (રહે. સાગરનગર શેરી નં. ૫) સાથે પણ અનૈતિક સંબંધો બંધાયા હતા. આ બાબતની જાણ વિપુલને થતાં એકાદ મહિના પહેલાં જ વિપુલ અને કિશન વચ્‍ચે ભારે બોલાચાલી અને ઝઘડો થયો હતો.

દરમિયાન ગત તા. ૬/૬ના રોજ સવારે વિપુલ ઘરેથી નીકળ્‍યા બાદ ગિરધર બાપાના ડેલા પાસે આરોપી કિશન સાથે તેની રિક્ષામાં બેઠેલો જોવા મળ્‍યો હતો. ત્‍યારબાદ સાડા સાત વાગ્‍યાની આસપાસ વિપુલના સાસુ કૈલાશબેન ઉર્ફે લાલની રાણીએ વિપુલના નાના ભાઈ રવિને ફોન કરીને જણાવ્‍યું કે કિશન અને વિપુલ વચ્‍ચે મોટો ઝઘડો થયો છે અને કિશન લોખંડની ટોમી લઈને વિપુલને મારવા દોડ્‍યો હતો. આ કારણે ડરના માર્યા વિપુલે પોતાનો જીવ બચાવવા માટે રાંદરડા તળાવમાં ઝંપલાવી દીધું છે.

બનાવની જાણ થતાં જ પરિવારજનો તાત્‍કાલિક રાંદરડા તળાવ ખાતે દોડી ગયા હતા, જ્‍યાં તળાવના કાંઠેથી વિપુલના ચંપલ મળી આવ્‍યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી, પરંતુ અંધારૂ થઈ જતાં પ્રથમ દિવસે શોધખોળ બંધ રાખવી પડી હતી. આથી પરિવારે આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં વિપુલ ગુમ થયા અંગેની પ્રાથમિક જાણ કરી હતી. બીજા દિવસે, એટલે કે ૭મીએ રવિવારે ફરી તળાવમાં તપાસ થતાં  આશરે સાડા દસ વાગ્‍યે વિપુલનો મળતદેહ પાણીમાંથી મળી આવ્‍યો હતો.

પોલીસે મળતદેહનો કબજો સંભાળી રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું, જેમાં વિપુલનું મોત પાણીમાં ડૂબી જવાના કારણે જ થયું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. અંતિમ સંસ્‍કારની વિધિ પુરી થયા બાદ રંજનબેને આજીડેમ પોલીસ સ્‍ટેશને પહોંચી સમગ્ર હકિકત જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહરીમાં પીએસઆઇ આર. એમ. સાખરાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

(3:43 PM IST)