<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ઘીનો નમુનો નાપાસ : આઇસ્‍ક્રીમના ૩ સેમ્‍પલ લેવાયા

ક્રિષ્‍ના ઘી ભંડારના ઘીમાં વનસ્‍પતિ તેલ મળ્‍યું : નંદનવનથી વગડ ચોકડી વિસ્‍તારના ૯ ધંધાર્થીઓને લાઇસન્‍સ અંગે સુચના

રાજકોટ, તા., ૯: શહેરના વિવિધ વિસ્‍તારોના ખાદ્ય પદાર્થ ઉત્‍પાદકો તથા વેચાણકર્તાઓને ત્‍યાં ફુ શાખા દ્વારા ચકાસણી કરવાની સાથે નમુના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.

મનપાની સતાવાર યાદી મુજબ   મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ૅક્રિષ્‍ના ઘી ભંડારૅ કેવડાવાડી ગરબી ચોક, કેવડાવાડી મેઇન રોડ, રાજકોટ. મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ૅશુદ્ધ ઘી (લૂઝ)ૅનો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં વનસ્‍પતિ તેલની હાજરી તથા BR રીડિંગ રિચર્ટ વેલ્‍યૂ આયોડિન વેલ્‍યૂ ધારા ધોરણ મુજબ આવેલ ન હોવાથી નમૂનો ૅસબસ્‍ટાન્‍ડર્ડૅ (ફેઇલ)  જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કેસની કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના નંદનવન થી વગડ ચોકડી વિસ્‍તારમાં આવેલ ખાધ્‍યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૯ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૧૦ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં કૂડોઁઝ આઇસ્‍ક્રીમ , ઢોસા વાલા -ગુરુકળપા આઇસ્‍ક્રીમ એન્‍ડ સોડા - જલારામ સુરતી લોચો  -શ્રી હરી પરાઠા -જય મેલડીમાં રસ - ખોડલ રસ - સીતારામ સુરતી ખમણ તથા અનુ ભાજી ્રૂ પુલાવ  -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ -૨૦૦૬ હેઠળ  કુલ ૦૩ નમૂના લેવામાં આવેલ. જેમાં

 ૧.  Part-1, shital baklava pistacho (choco covering coated ice cream) inner layer(from 60 ml pkd): તથા . Part-2, shital baklava pistacho (choco covering coated ice cream) outer layer(from 60 ml pkd): સ્‍થળ -પ્રિયા એન્‍ટરપ્રાઇઝ, (ડિસ્‍ટ્રિબ્‍યુટર રિટેલર), ધનશ્‍યામ ઇન્‍ડ. એરીયા શેરી નં. ૪, ઢેબર રોડ, વિરાણી અઘાટ અને શ્રધ્‍ધા કોઠી આઇસ્‍ક્રીમ (મેંગો) (from4.6 k.g. pkd): સ્‍થળ -શ્રી બાલાજી કોઠી આઇસ્‍ક્રીમ, વ્રજ અક્ષર શોપ નં.૩, વસંત વાટિકા સામે, અંબિકા ટાઉનશિપ, મવડી ખાતેથી નમુના લેવામાં આવ્‍યા હતા.

(3:41 PM IST)