તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 9th June 2026
રાજકોટ જીલ્લામાં બોર અને પાઇપલાઇન અંગે હાલ ૬૦ લાખનો માસ્ટર પ્લાનઃ ૪ તાલૂકાના ૧૨ ગામોમાં ટેન્ડરના ફેરા
રોજના ૧૪૪ થી વધૂ ફેરા થાય છેઃ ૬૦ લાખના પ્લાનમાં લોધીકા આસપાસના ગામો આવશે

રાજકોટ, તા.૯: રાજકોટ શહેર-જીલ્લામાં હાલ પીવાના પાણીની સમસ્યા હળવી છે, પરંતુ સરકારે વરસાદ ખેચાઇતો બોર અને પીવાના પાણીની પાઇપલાઇન અંગેનો માસ્ટર પ્લાનની સૂચના કલેકટર તંત્ર અને પાણી પૂરવઠા દ્વારા હાલ ઉપરોકત યોજનાઓ સંર્દભે ૬૦ લાખનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે, જેમાં મોટાભાગે લોધીકા આસપાસના ગામો આવરી લેવાની શકયતા છે.
અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે હાલ રાજકોટ જીલ્લાના કુલ ૧૨ ગામમાં ૫ હજાર લીટરના ૧૪૪ ટેન્કરના ફેરા દોડાવાયા છે, જેમાં રાજકોટ તાલૂકાની-૩, ઉપલેટાના -૩, કોટડાસાંગાણીના-૪ અને લોધીકા તાલૂકાના-૨ ગામોમાં પાણીના ટેન્કર દોડાવાઇ રહયા છે, વધૂ ડીમાન્ડ આવશે તેમ કલેકટરની સૂચના બાદ કાર્યવાહી હાથ ધરાશે.
(2:52 PM IST)










