<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ગોઝારો અકસ્‍માતઃ રામાપીરના મંદિરેથી પરત ફરતાં બે પ્રજાપતિ ભાઇઓ જતીન અને મયુર ભલસોડના મોત

ચોટીલાના સાંગાણી પાસે આઇસરે બાઇકને ઠોકરે ચડાવતાં ગાંધીગ્રામ ભારતીનગર અને માધાપર ચોકડી મેરી ગોલ્‍ડમાં રહેતાં બે કુટુંબી ભાઇઓનો જીવ ગયો : ૨૬ વર્ષિય જતીન બે બહેનનો એકનો એક ભાઇ હતો અને ગેરેજ ચલાવતો હતોઃ ૨૭ વર્ષિય મયુર બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને કન્‍સ્‍ટ્રકશન સાઇટ પર સુપરવાઇઝર તરીકે કામ કરતો હતોઃ પરિવારોમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૯: ચોટીલાના સાંગાણી ગામ નજીક ગોઝારો અકસ્‍માત સર્જાયો છે. જેમાં આસસર ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં રાજકોટના બે પ્રજાપતિ કુટુંબી ભાઇઓના મોત નીપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. ગાંધીગ્રામ ભારતીનગરમાં અને માધાપર ચોકડીએ રહેતાં બે કુટુંબી ભાઇઓ બાઇક લઇને સુરેન્‍દ્રનગર નજીક રામાપીરના મંદિરે દર્શન કરવા ગયા હતાં. ત્‍યાંથી પરત આવતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. એક ભાઇનું ઘટના સ્‍થળે અને બીજાનું રાજકોટ સારવારમાં મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ ગાંધીગ્રામ ભારતીનગર-૧ ઉદય હોલની પાછળ રહેતાં જતીનભાઇ રણછોડભાઇ ભલસોડ (ઉ.વ.૨૬) નામના સોરઠીયા પ્રજાપતિ કુંભાર યુવાન અને તેના કુટુંબી ભાઇ માધાપર ચોકડી પાસે માતૃ મેરીગોલ્‍ડ એપાર્ટમેન્‍ટમાં રહેતાં મયુરભાઇ ભવાનભાઇ ભલસોડ (ઉ.વ.૨૭) બાઇક પર બેસીની સુરેન્‍દ્રનગર નજીક પીપળીધામ રામાપીરના મંદિરે ગઇકાલે દર્શન કરવા માટે ગયા હતાં. પરત આવતી વખતે ચોટીલાના સાંગાણી ગામ પાસે ઓવરબ્રીજ નજીક બળદેવ હોટલ પાસે પહોંચ્‍યા ત્‍યારે બાઇકને આઇસર ટ્રકના ચાલકે ઉલાળી દેતાં બંને રોડ પર ફેંકાઇ જતાં મયુરભાઇ ભલસોડનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું.

જ્‍યારે જતીનભાઇ ભલસોડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ તેણે પણ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે ચોટીલા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર મયુરભાઇ બે બહેનનો એક જ મોટો ભાઇ હતો અને અપરિણીત હતો. તેના પિતા ખેતી મજુરી કરે છે. પોતે ગેરેજનું અને લેથનું કામ કરતો હતો.

જ્‍યારે સાથે મૃત્‍યુ પામનાર મયુરભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેના પિતા હયાત નથી. તે કન્‍સ્‍ટ્રકશન સાઇટ પર સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. બંને કુટુંબી ભાઇના મોતથી ભલસોડ પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. 

 

(3:43 PM IST)