News of Tuesday, 9th June 2026
ગાંધીગ્રામ શ્યામનગરમાં બાથરૂમમાં પડી જતાં મયુરભાઇ વાઘેલાનું મોત

રાજકોટ તા. ૯: ગાંધીગ્રામ શ્યામનગર મિલન પાર્કમાં રહેતો મયુરભાઇ ખીમજીભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) સવારે ઘરે બાથરૂમમાં પડી જતાં બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ તેનું મોત થયું હતું.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર મયુરભાઇ આરએમસીમાં ભુગર્ભ ગટર વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. તેને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે બે ભાઇમાં નાનો હતો.
(3:41 PM IST)










